દુર્ઘટના@ડીસા: કાર અને બુલેટ વચ્ચે ભયાનક ટક્કર, શિક્ષકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડીસા ડીસા તાલુકાના ગામે ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં શિક્ષકના મોતથી ચકચાર મચી ગઇ છે. ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગઇકાલે બાઇક લઇ શાળાએ જતા હતા. આ દરમ્યાન બુરાલ ગામ નજીક મારૂતિ કારે બાઇકને ટક્કર મારતાં શિક્ષક રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર અર્થે ડીસા
 
દુર્ઘટના@ડીસા: કાર અને બુલેટ વચ્ચે ભયાનક ટક્કર, શિક્ષકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડીસા

ડીસા તાલુકાના ગામે ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં શિક્ષકના મોતથી ચકચાર મચી ગઇ છે. ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગઇકાલે બાઇક લઇ શાળાએ જતા હતા. આ દરમ્યાન બુરાલ ગામ નજીક મારૂતિ કારે બાઇકને ટક્કર મારતાં શિક્ષક રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર અર્થે ડીસા અને બાદમાં મહેસાણા ખસેડ્યા બાદ આજે તેમનું કરૂણ મોત થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના બુરાલ ગામે ગઇકાલે કારચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. દાંતીવાડા તાલુકાના લાખણાસ ગામના અને ધાનેરા તાલુકાની ખીમત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રકાશભાઇ લોઢા ગઇકાલે શાળાએ જવા નિકળ્યા હતા. આ દરમ્યાન ડીસા તાલુકાના બુરાલ ગામ નજીક તેમના બાઇકે કારચાલકે ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અસરથી પહેલા ડીસા અને પછી મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક આશાસ્પદ શિક્ષકે જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અસરથી ડીસા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જોકે વધુ સારવારની જરૂરીયાત હોઇ મહેસાણા ખસેડતાં આજે સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજ્યુ છે.