દુર્ઘટના@દિલ્હી: 4 માળની બિલ્ડિંગ ધરાશાઇ, અનેક વ્યક્તિ ફસાયા હોવાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજધાની દિલ્હીના સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થયા બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં એક ઘાયલને કાટમાળમાંથી બહાર
 
દુર્ઘટના@દિલ્હી: 4 માળની બિલ્ડિંગ ધરાશાઇ, અનેક વ્યક્તિ ફસાયા હોવાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજધાની દિલ્હીના સબ્ઝી મંડી વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની જાણ થયા બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં એક ઘાયલને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જેની ગંભીર સ્થિતિને જોતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દુર્ઘટનાની સૂચના નગર નિગમને પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઉપસ્થિત છે. પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી એક ઘાયલને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે, પરંતુ કાટમાળમાં બીજા અનેક લોકો દબાયેલા હોઈ શકે છે. અમે આસપાસના લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહ્યા છીએ. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, બિલ્ડિંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જે સમયે દુર્ઘટના સર્જાઈ ત્યારે અંદર અનેક મજૂરો હતા. બીજી તરફ, બિલ્ડિંગ સાંકડી ગલીમાં હોવાના કારણે ફાયરબ્રિગેડ વિભાગને ભારે મશીનરી લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાલ મેન્યૂઅલી હાથ ધરવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ખૂબ જ દુખદ છે. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. જિલ્લા પ્રશાસનના માધ્યમથી હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.