દુર્ઘટના@ધાનેરા: બે બાઇક વચ્ચે ટક્કર, અચાનક ટ્રક આવી જતાં GEB કર્મચારીનું મોત

અટલ સમાચાર, મહેસાણા કોરોના સંકટ વચ્ચે પણ અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે બનાસકાંઠામાં દિનપ્રતિદિન પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. બનાસકાંઠામાં બે બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે. બે બાઇકની જોરદાર ટક્કરથી યુવક બાઇક નીચે પટકાતાં પાછળથી
 
દુર્ઘટના@ધાનેરા: બે બાઇક વચ્ચે ટક્કર, અચાનક ટ્રક આવી જતાં GEB કર્મચારીનું મોત

અટલ સમાચાર, મહેસાણા

કોરોના સંકટ વચ્ચે પણ અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે બનાસકાંઠામાં દિનપ્રતિદિન પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. બનાસકાંઠામાં બે બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે. બે બાઇકની જોરદાર ટક્કરથી યુવક બાઇક નીચે પટકાતાં પાછળથી આવી રહેલા ટ્રેકે કચડી ફરાર થઇ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસાંકઠા જીલ્લાના ધાનેરા તાલુકામાં સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં દિપકભાઈ રોજિંદા નિયમ પ્રમાણે તેમના કામ કાજ અર્થે ધાનેરા જવા તેમનું મોટર સાયકલ લઈને નિકળેલ હતા. મૃતક દિપકભાઈ (ઉ.વ 32) તેઓ જી.ઈ.બી. ધાનેરામાં પ્રાઈવેટ લેબર તરીકે કામ કરતા હતા. સંતાનમાં તેમને બે પુત્ર અને એક દિકરી છે. આ સાથે સમગ્ર પરિવારમાં તેમના મોતથી માતમ છવાઇ ગયો છે.

દુર્ઘટના@ધાનેરા: બે બાઇક વચ્ચે ટક્કર, અચાનક ટ્રક આવી જતાં GEB કર્મચારીનું મોત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બે બાઈક સામ સામે એટલા જોરથી અથડાયા હતા કે બાઇક પણ આગળથી બેન્ડ થઇ ગદયુ હતું. આ સમયે યુવાન નીચે પટકાતાં પાછળથી આવેલ ટ્રકે કચડી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે આવી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.