દુર્ઘટના@દિયોદર: ડેરી આગળ અજાણ્યાં વાહનની ટક્કરે 5 વર્ષિય બાળકીનું મોત

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક 5 વર્ષિય બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે ગામમાં આવેલી દૂધની ડેરી પાસે અજાણ્યાં વાહનચાલકે ચાલકે બેફામ બની એક 5 વર્ષિય બાળકનીને અડફેટે લીધી હતી. જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે બાળકીનું મોત થતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ
 
દુર્ઘટના@દિયોદર: ડેરી આગળ અજાણ્યાં વાહનની ટક્કરે 5 વર્ષિય બાળકીનું મોત

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક 5 વર્ષિય બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે ગામમાં આવેલી દૂધની ડેરી પાસે અજાણ્યાં વાહનચાલકે ચાલકે બેફામ બની એક 5 વર્ષિય બાળકનીને અડફેટે લીધી હતી. જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે બાળકીનું મોત થતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ખીમાણા પાસે આજે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે ખીમાણા દૂધની ડેરી સામે અજાણ્યાં વાહનચાલકે ગામની જાનુબેન ઠાકોર નામની 5 વર્ષીય બાળકીને અડફેટે લીધી હતી. જોકે અકસ્માતની ઘટનામાં બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.