દુર્ઘટના@દ્વારકા: વરસાદી પાણીના ખાડામાં ડૂબી જતાં એક જ પરિવારનાં 4 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો. આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો અને એક આધેડ ડૂબવાથી ચારેયનાં મોત નીપજ્યા છે. આ ચારેયનાં મૃતદેહ ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં છે. આ સમાચાર મળતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે. અટલ
 
દુર્ઘટના@દ્વારકા: વરસાદી પાણીના ખાડામાં ડૂબી જતાં એક જ પરિવારનાં 4 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો. આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો અને એક આધેડ ડૂબવાથી ચારેયનાં મોત નીપજ્યા છે. આ ચારેયનાં મૃતદેહ ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં છે. આ સમાચાર મળતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયા નજીક આવેલા એક ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. આજે સવારે 7 વાગ્યે ભાણજી મનજી નકુમ (ઉં.વ.55) સાથે તેમના ત્રણ ભત્રીજા જયદીપ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16), ગીરીશ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16) અને રાજકીશોર નકુમ (ઉં.વ.15) સાથે ન્હાવા ગયા હતાં. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સમાચાર મળતાની સાથે ફાયરની ટીમ અને પોલીસની ટીમ ત્યાં હાજર થઇ ગઇ હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે ચારેવ લોકોનાં મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા છે. અચાનક આવી દુર્ઘટના ઘટતા પરિવાર અને આખા પંથકમાં જાણે આભ તૂટી પડ્યું છે. આ ગમગીન કરતા સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. હાલ પોલીસે આ મામલે ચારેયનાં મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.