દુર્ઘટના@ગોધરા: હાઇવે પર બેફામ કારે બાઇકને અડફેટે લેતાં 3 યુવકોના મોત, પંથકમાં શોકનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ગોધરા હાઈવે પર ફરવા નીકળેલા 3 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો. ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ
 
દુર્ઘટના@ગોધરા: હાઇવે પર બેફામ કારે બાઇકને અડફેટે લેતાં 3 યુવકોના મોત, પંથકમાં શોકનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગોધરા હાઈવે પર ફરવા નીકળેલા 3 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો. ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર પુર ઝડપે આવી રહેલ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોનું અકાળે મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પરિવાજનો આક્ષેપ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની જગ્યાએથી કારના ટૂટેલા કાંચ પણ જોવા મળ્યા હતા. બાઈક પર સવાર ત્રણેય યુવકનો સમયસર સારવાર ન મળતા યુવકોનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજાવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો.