દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7ના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસ
 
દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7ના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

તાપી જિલ્લાના સોનગઢના પોખરણ પાસે ગુજરાત સરકારની એસટી બસ કુસલગઢથી ઉકાઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. એસટી બસ, ટ્રેક અને જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા.

દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

દુર્ઘટના@ગુજરાત: બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 7 મોત-10ઘાયલ

જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા.