દુર્ઘટના@હારીજ: જમીને ફરવા નીકળેલાં યુવકનું પીકઅપ ડાલાની ટક્કરે ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજમાં માર્ગ અકસ્માતની ઘટનામાં જમીને આંટો મારવા નિકળેલાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે જમી પરવાનીને યુવક ઘરની બહાર આંટો બહાર નીકળ્યાં હતા. આ દરમ્યાન એક પીકઅપ ડાલાના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી
 
દુર્ઘટના@હારીજ: જમીને ફરવા નીકળેલાં યુવકનું પીકઅપ ડાલાની ટક્કરે ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજમાં માર્ગ અકસ્માતની ઘટનામાં જમીને આંટો મારવા નિકળેલાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે જમી પરવાનીને યુવક ઘરની બહાર આંટો બહાર નીકળ્યાં હતા. આ દરમ્યાન એક પીકઅપ ડાલાના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે અકસ્માત ચાલક પીકઅપ ડાલુ સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર ચાલક સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજના ઇન્દીરાનગર પાસે અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યુ છે. હારીજના ઇન્દિરાનગરમાં રહેતાં પરમાર કનુભાઇ લીલાભાઇ(ઉ.વ.35) ગઇકાલે રાત્રે નવેક વાગ્યા આસપાસ જમીને આંટો મારવા બહાર નિકળ્યાં હતા. આ દરમ્યાન રાધનપુર-મહેસાણા હાઇવે પર જનતા પેટ્રોલપંપની સામે એક બેફામ પીકઅપ ડાલાએ તેમને અડફેટે લઇ ફંગોળ્યાં હતા. જેને લઇ સ્થાનિકો દોડી આવતાં ૧૦૮ને જાણ કરાતાં તબીબે તપાસ કરતાં યુવકનું મોત થયુ હતુ.

દુર્ઘટના@હારીજ: જમીને ફરવા નીકળેલાં યુવકનું પીકઅપ ડાલાની ટક્કરે ઘટનાસ્થળે જ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હારીજમાં અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગઇકાલે રાત્રે બનેલી ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ તરફ અકસ્માત સર્જીને પીકઅપ ડાલાનો ચાલક નાસી છુટ્યો હોઇ મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134, 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.