દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજમાં મોડીરાત્રે બેફામ બનેલ કારચાલકે 3 વ્યક્તિને અડફેટે લેતાં 2 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રે શહેરના પેટ્રોલપંપ નજીક એક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 3 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે 2 લોકોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અટલ સમાચાર આપના
 
દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજમાં મોડીરાત્રે બેફામ બનેલ કારચાલકે 3 વ્યક્તિને અડફેટે લેતાં 2 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે મોડીરાત્રે શહેરના પેટ્રોલપંપ નજીક એક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 3 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે 2 લોકોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

આ તરફ અન્ય એક રાહદારીને વધુ ઇજાઓ પહોંચી હોઇ તેમને પાટણ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર વાહન મુકી ફરાર થઇ ગયો હોઇ અંદર તપાસ કરતાં પોલીસ લખેલ નેમપ્લેટ પણ મળી આવી છે. ઘટનાને લઇ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

પાટણ જીલ્લાના હારીજ શહેરના એસ.આર.પેટ્રોલપંપની પાસે ગઇકાલે રાત્રે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાત્રે 09:30 આસપાસ એક ઇકો સ્પોર્ટ ગાડીના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 2 રાહદારી અને એક સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. જેમાં કુકરાણાના મિતરાજસિંહ ભરતસિંહ વાઘેલા અને દાતરવાડાના ઉદાજી નાથાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ સાથે હારીજના હરેશ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં તેમને પાટણ રીફર કરવામાં આવ્યા હતા.

દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લામાં વધતા-જતાં માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે મોડીરાત્રે અકસ્માત સર્જનાર ઇકો સ્પોર્ટ કારમાંથી અંગ્રેજીમાં પોલીસ લખેલ નેમ પ્લેટ પણ મળી આવી હોવાની તસવીરો સામે આવી છે.

દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી

જોકે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઇ ગયો હોઇ તે પોલીસ કર્મચારી છે કે પછી કોઇ કર્મચારીની કાર હતી તે મામલે હાલ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ કુકરાણાના મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરાર કારચાલક સામે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવ્યો છે.

દુર્ઘટના@હારીજ: બેફામ કારે 3ને અડફેટે લેતાં 2 લોકોના મોત, કારમાંથી પોલીસની નેમપ્લેટ મળી
જાહેરાત