દુર્ઘટના@જામનગર: પુલ પરથી કાર 20 ફૂટ નીચે ખાબકી, ઘટનાસ્થળે જ 2ના મોત

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર ખાબકતાં 2 મહિલાના મૃત્યું થયા છે. આ સાથે કારમાં સવાર પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર
 
દુર્ઘટના@જામનગર: પુલ પરથી કાર 20 ફૂટ નીચે ખાબકી, ઘટનાસ્થળે જ 2ના મોત

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર ખાબકતાં 2 મહિલાના મૃત્યું થયા છે. આ સાથે કારમાં સવાર પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ગામના પાટિયા પાસે પુલ પરથી નદીમાં કાર ખાબકતા અકસ્માત સ્થળ પર જ 2 મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી ખાબકતા પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. મકાનના વાસ્તુ પ્રસંગને લઇને પરિવાર જામનગર જઇ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.