દુર્ઘટના@કરજણ: ધારાસભ્યના પુત્રએ બેફામ કાર ચલાવી વૃદ્ધને અડફેટે લેતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે સવારે કરજણમાં ધારાસભ્યના પુત્રએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે કરજણના મેથી ગામેથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કરજણનાં MLA અક્ષય પટેલના પુત્રની કારે એક વૃદ્ધને કચડતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયુ છે. જોકે અકસ્માત સર્જીને ધારાસભ્યનો પુત્ર
 
દુર્ઘટના@કરજણ: ધારાસભ્યના પુત્રએ બેફામ કાર ચલાવી વૃદ્ધને અડફેટે લેતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે સવારે કરજણમાં ધારાસભ્યના પુત્રએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે કરજણના મેથી ગામેથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કરજણનાં MLA અક્ષય પટેલના પુત્રની કારે એક વૃદ્ધને કચડતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયુ છે. જોકે અકસ્માત સર્જીને ધારાસભ્યનો પુત્ર ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કરજણનાં મેથી ગામે MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પોતાની કાર લઈને પુરઝડપે નારેશ્વરથી કુરાલી જતો હતો. આ દરમ્યાન મેથી ગામે MLA અક્ષય પટેલનાં પુત્રએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઋષિની કારે પગપાળા જતાં નાગજીભાઇ પટેલને અડફેટે લેતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી બાજુ આ ઘટના બાદ આજુબાજુના લોકો ભેગા થતા અકસ્માત સર્જી ધારાસભ્યનો પુત્ર થયો ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ હવે આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.