દુર્ઘટના@કર્ણાટકઃ મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી ટ્રકમાં ધડાકો, 15 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક કર્ણાટકનામાં ગુરૂવાર મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી એક ટ્રકમાં જોરદાર ધડાકો થઈ ગયો. આ દુર્ઘટનામાં 15 મૃતદેહોને કબજામાં લેવામાં આવી ચૂક્યા છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના ઘરો અને ઓફિસોના કાચ તૂટી ગયા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધડાકાના કારણે વિસ્તારના રસ્તાઓ પર તિરાડ પડી ગઈ અને રસ્તા તૂટી
 
દુર્ઘટના@કર્ણાટકઃ મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી ટ્રકમાં ધડાકો, 15 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

કર્ણાટકનામાં ગુરૂવાર મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી એક ટ્રકમાં જોરદાર ધડાકો થઈ ગયો. આ દુર્ઘટનામાં 15 મૃતદેહોને કબજામાં લેવામાં આવી ચૂક્યા છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના ઘરો અને ઓફિસોના કાચ તૂટી ગયા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધડાકાના કારણે વિસ્તારના રસ્તાઓ પર તિરાડ પડી ગઈ અને રસ્તા તૂટી ગયા. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. શિવમોગા કર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 350 કિલોમીટરના અંતરે આવેલું છે. શિવોમોગા કર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 350 કિલોમીટર દૂર આવેલું છે, અને તે રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાનું ગૃહનગર છે. શિવમોગામાં થયેલી દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

કર્ણાટકના શિવમોગાના હુનાસોડૂ ગામમાં થયો છે. આ શક્તિશાળી વિસ્ફોટકને ખનનન માટે લઈ જવામાં આવી રહ્યું હતું. પથ્થર તોડવાના એક સ્થાન પર રાત્રે લગભગ સાડા દસ વાગ્યે ધડાકો થયો, જેના કારણે શિવમોગા ઉપરાંત નજીકના ચિક્કમગલુરુ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ધડાકો એટલો જોરદાર હતો કે ઘરો અને ઓફિસોની બારીઓના કાચ તૂટી ગયા અને રસ્તાઓ પર તિરાડો પડી ગઈ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધડાકાના અવાજથી લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે જોકે આવી કોઈ પણ સમાચારનો ઇન્કાર કરી દેવામાં આવ્યો. શિવમેગાના બહારના વિસ્તારની ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટ હુનાસોડૂ ગામમાં થયો હતો. પોલીસ અધિકારીઓ મુજબ, જિલેટિન લઈ જઈ રહેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ટ્રક પર સવાર 15 શ્રમિકોના મોત થયા છે.શિવમેગામાં રહેતા હોવાનો દાવો કરતાં એક શખ્સે દુર્ઘટના બાદ ટ્વીટર પર એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્લાસ્ટ બાદ તેમના ઘરની નજીક રસ્તા પર તિરાડો પડી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટના કારણે અનેક ઘરોના કાચ તૂટી ગયા.