દુર્ઘટના@ખેરાલુ: કુતરૂ વચ્ચે આવતાં બાઇક સ્લિપ થયું, પતિ-પત્નિ ફંગોળાયા બાદ મહિલાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ પંથકમાં કુતરૂ વચ્ચે આવતાં બાઇક સ્લિપ થઇ ગયા બાદ એક મહિલાનું મોત થયુ છે. ગઇકાલે સાંજે સામાજીક કામ અર્થે બાઇક લઇ નિકળેલાં પતિ-પત્નિને ખેરાલુ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ખેરાલુથી અરઠી હોટલ નજીક અચાનક કુતરૂ આડું આવતાં બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકોએ 108ને કોલ કરતાં બંને
 
દુર્ઘટના@ખેરાલુ: કુતરૂ વચ્ચે આવતાં બાઇક સ્લિપ થયું, પતિ-પત્નિ ફંગોળાયા બાદ મહિલાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ પંથકમાં કુતરૂ વચ્ચે આવતાં બાઇક સ્લિપ થઇ ગયા બાદ એક મહિલાનું મોત થયુ છે. ગઇકાલે સાંજે સામાજીક કામ અર્થે બાઇક લઇ નિકળેલાં પતિ-પત્નિને ખેરાલુ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ખેરાલુથી અરઠી હોટલ નજીક અચાનક કુતરૂ આડું આવતાં બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકોએ 108ને કોલ કરતાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ નજીક માર્ગ અકસ્માતની ઘટના બાદ એક મહિલાનું મોત થયુ છે. વિસનગરના ફતેદરવાજા નજીક રહેતાં લાલાજી ગણેશજી ઠાકોર ગઇકાલે સાંજે પોતાની પત્નિ ભારતીબેન સાથે બાઇક પર જશપુર જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન ખેરાલુથી અરઠી પંચવટી હોટલ નજીક જતાં અચાનક ખેતરોમાંથી કુતરૂ દોડી આવતાં બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેને લઇ બાઇક સ્લિપ થઇ જતાં લાલાજી અને તેમના પત્નિ ભારતીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કુતરૂ વચ્ચે આવી જતાં બાઇક સ્લિપ થવાથી બે ઇજાગ્રસ્તોમાં એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે બનેલ ઘટનામાં ઇજાગ્રસ્તોને પ્રથમ ખેરાલુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડ્યાં હતા. જ્યાં ભારતીબેનને વધુ ઇજાઓ પહોંચી હોઇ મહેસાણા વાયબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ઘટનાને લઇ ખેરાલુ પોલીસે આઇપીસી કલમ 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.