દુર્ઘટના@મહારાષ્ટ્ર: હૉસ્પિટલમાં ભીષણ આગથી, 10 નવજાત બાળકોના મોત, 7નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક આગના બનાવો સામે આવી રહ્યા છે. અને કેટલાય માસુમ જીવ આગમાં ભુજાય જાય છે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ન્યૂબૉર્ન કેર યુનિટ (SNCU)માં 10 બાળકનાં મોત થયા છે. આગની ઘટના મોડી રાત્રે
 
દુર્ઘટના@મહારાષ્ટ્ર: હૉસ્પિટલમાં ભીષણ આગથી, 10 નવજાત બાળકોના મોત, 7નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક આગના બનાવો સામે આવી રહ્યા છે. અને કેટલાય માસુમ જીવ આગમાં ભુજાય જાય છે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ન્યૂબૉર્ન કેર યુનિટ (SNCU)માં 10 બાળકનાં મોત થયા છે. આગની ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. ફરજ પર હાજર નર્સને સૌથી પહેલા વૉર્ડમાં આગની જાણ થઈ હતી. દુઃખદ વાત એ છે કે 17 બાળકમાંથી ફક્ત સાત જ બાળકને બચાવી શકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે આ વિભાગમાં આઉટ બૉર્ન અને ઇન બૉર્ન એમ બે વિભાગ છે. જેમાં ઇન બૉર્ન વિભાગના સાત નવજાત શિશુ સુરક્ષિત છે, જ્યારે 10 નવજાતનાં મોત થયા છે. આ જાણકારી સિવિલ સર્જન પ્રમોદ ખંદાતે આપી હતી. વિવિધ અહેવાલ પ્રમાણે હૉસ્પિટલમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટના દરમિયાન ગત રાત્રે જિલ્લા સરકારી હૉસ્પિટલના આઉટ બૉર્ન યુનિટમાં ધુમાડો દેખાયો હતો. હાજર નર્સે દરવાજો ખોલ્યો તો અંદર આગ લાગી હતી. જે બાદમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સમયે હૉસ્પિટલ ખાતે હાજર લોકો અને ફાયર બ્રિગેડના સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી હતી.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હૉસ્પિટલમાં આગનો બનાવ ખૂબ કમનસીબ છે. આ ઘટનાથી આઘાત લાગ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન મૃતકોનાં પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે.