દુર્ઘટના@મહેસાણા: નોકરીથી પરત ફરતાં બાઇક સ્લિપ થઇ જતાં આશાસ્પદ યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા તાલુકાના ગામનો યુવક નોકરીથી પરત બાઇક લઇને ઘરે જઇ રહ્યો હતો. આ દરમ્યાન મહેસાણાની સાંઇક્રિષ્ણા હોસ્પિટલ નજીક તેનું બાઇક સ્લિપ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદમાં તેને પ્રથમ સારવાર અર્થે મહેસાણા સિવીલ અને
 
દુર્ઘટના@મહેસાણા: નોકરીથી પરત ફરતાં બાઇક સ્લિપ થઇ જતાં આશાસ્પદ યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા તાલુકાના ગામનો યુવક નોકરીથી પરત બાઇક લઇને ઘરે જઇ રહ્યો હતો. આ દરમ્યાન મહેસાણાની સાંઇક્રિષ્ણા હોસ્પિટલ નજીક તેનું બાઇક સ્લિપ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદમાં તેને પ્રથમ સારવાર અર્થે મહેસાણા સિવીલ અને બાદમાં લાયન્સમાં ખસેડ્યો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના અલોડા ગામના દિલીપભાઇ પરમાર બાઇક લઇને ખાત્રજ અરવિંદ મીલથી નોકરી પુરી કરી ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલ પાસે રાત્રે બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જે બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક મહેસાણા સિવીલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ તરફ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ લાયન્સમાં ખસેડ્યા બાદ તેનું મોત થયુ હતુ. ઘટનાને લઇ મહેસાણા બી ડીવીઝન પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકનું નામ

  • દિલીપભાઇ અંબારામભાઇ પરમાર, ગામ-અલોડા