દુર્ઘટના@મોડાસા: મેળો કરી આવતાં અકસ્માત, 4ના મોત, રિક્ષાનો કચ્ચરઘાણ

અટલ સમાચાર, મોડાસા (રમેશ વૈષ્ણવ) મોડાસાના દાવલી પાટિયા પાસે આજે બપોર દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો નકશો જ બદલાઈ ગયો હતો. દુર્ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેને
 
દુર્ઘટના@મોડાસા: મેળો કરી આવતાં અકસ્માત, 4ના મોત, રિક્ષાનો કચ્ચરઘાણ

અટલ સમાચાર, મોડાસા (રમેશ વૈષ્ણવ)

મોડાસાના દાવલી પાટિયા પાસે આજે બપોર દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો નકશો જ બદલાઈ ગયો હતો. દુર્ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દુર્ઘટના@મોડાસા: મેળો કરી આવતાં અકસ્માત, 4ના મોત, રિક્ષાનો કચ્ચરઘાણ

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેને સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેથી અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાથી હાઈવે પર વધુ સંખ્યામાં ડાયવર્જન આપવામાં આવ્યા છે. ડાયવર્જનના પગલે અચાનક વાહનો સામસામે આવી જાય છે. આ દરમ્યાન દેવ દિવાળીએ શામળાજીનો મેળો કરી આવતાં મુસાફરોને ગમખ્વાર અકસ્માતનો ભેટો થયો હતો. મોડાસાના દાવલી પાટિયા નજીક ડાયવર્જનના પગલે ટ્રક અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા છે.

દુર્ઘટના@મોડાસા: મેળો કરી આવતાં અકસ્માત, 4ના મોત, રિક્ષાનો કચ્ચરઘાણ

 

સાબરકાંઠા તાલુકાના ઘઢી ગામના લોકો છકડો રિક્ષામાં દેવદિવાળી પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં દર્શન કરી પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન ને.હા.નં-8 પર હિંમતનગર તરફથી આવતી ટ્રક‌ કાળ બની ટકરાઇ હતી. આથી રિક્ષામાં સવાર 4 મુસાફરોના મોત નિપજ્યા હતા. આ સાથે 3 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને વાહનચાલકો દોડી આવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મોડાસા રૂરલ પોલીસે મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દુર્ઘટના@મોડાસા: મેળો કરી આવતાં અકસ્માત, 4ના મોત, રિક્ષાનો કચ્ચરઘાણ

બોક્સ: અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો

અકસ્માતના દ્રશ્યો જોતાં ધ્રૂજારી અને ગભરાહટ ઉભી થઇ હતી. અકસ્માત એટલો બધો ખતરનાક હતો કે રિક્ષાનો જાણે કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એક મહિલા, પુરુષ અને બે બાળકોના મોતના વાતાવરણ ગમગીન બન્યું છે. મૃતકનો પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ગાંભોઇ અને મેઢાસણ દવાખાને પહોંચી ભારે આક્રંદ કરતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.