દુર્ઘટના@નવસારી: હાઇવે પર અચાનક કાર બંધ પડતાં ટ્રકે મારી ટક્કર, 3 લોકોના મોત, 8 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે ગોઝારો અકસ્માત નડ્યો છે, જેમાં પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. આ સાથે બે બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારમાં મૂળ મધ્યપ્રદેશના કામદારો સવાર હતા. આ ઇકો કાર
 
દુર્ઘટના@નવસારી: હાઇવે પર અચાનક કાર બંધ પડતાં ટ્રકે મારી ટક્કર, 3 લોકોના મોત, 8 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે ગોઝારો અકસ્માત નડ્યો છે, જેમાં પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. આ સાથે બે બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારમાં મૂળ મધ્યપ્રદેશના કામદારો સવાર હતા. આ ઇકો કાર હાઇવેના ખડસુપા ઓવરબ્રિજ ઉપર બંધ પડી ગઇ હતી. આ બંધ પડેલી ઇકો કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો. તેઓ રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે આવીને અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી. ત્યારે આ કારમાં સવાર પરિવારના લોકો સૂતા હતા. તે સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર હવામાં ફંગોળાઇ ગઇ હતી. જેમાં પરિવારના બે મહિલા અને એક પુરુષના મોત નીપજ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ અકસ્માત સર્જાયો ત્યારે રાતનાં બે વાગ્યા હતા જેના કારણે રસ્તાઓ એકદમ શાંત હતા. આ અકસ્માતને કારણે ઇકોમાં બેઠેલા લોકોની બૂમાબૂમ અને ચિચયારીઓથી જાણે આખા વિસ્તાર જાગી ગયો હતો. તમામ ઇજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે લઇ ગઇ હતી. આ પરિવારમાં બે બાળકો પણ સામેલ હતા.

ઇજાગ્રસ્તોની યાદી

  • સોનુ ડામોર (ઉં.વ. 15. રહે- કાકાનવાની ગામ, એમપી)
  • શર્મિલા ખીમો નિનામાં (ઉં.વ. 25. રહે- કાકાનવાની ગામ, એમપી)
  • માનસી વેડું (ઉં.વ. 7. રહે. કાકાનવાની ગામ, એમપી)
  • વિનુ ધુલિયા નિનામા (ઉં.વ. 40. રહે. કાકાનવાની ગામ, એમપી)