દુર્ઘટના@નવસારી: કપડા સુકવતી મહિલા સાથે બે લોકોને કરંટ લાગતા મોત

અટલ સમાચાર,નવસારી કોરોના મહામારી વચ્ચે નવસારીમાં કપડા સુકવતી મહિલાને કરંટ લાગ્યા બાદ તેને બચાવવા ગયેલા અન્ય બે લોકોને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયા છે. એક દૂર્ઘટનામાં 3 લોકોના જીવ જવાથી આખુ ગામ હિબકે ચઢ્યું હતુ. સામાન્ય તાર સાથે એક મહિલાને કરંટ લાગતા તે ફસાઈ ગઈ હતી જેને બચાવવા જતા બીજા 2 લોકોના પણ જીવ
 
દુર્ઘટના@નવસારી: કપડા સુકવતી મહિલા સાથે બે લોકોને કરંટ લાગતા મોત

અટલ સમાચાર,નવસારી

કોરોના મહામારી વચ્ચે નવસારીમાં કપડા સુકવતી મહિલાને કરંટ લાગ્યા બાદ તેને બચાવવા ગયેલા અન્ય બે લોકોને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયા છે. એક દૂર્ઘટનામાં 3 લોકોના જીવ જવાથી આખુ ગામ હિબકે ચઢ્યું હતુ. સામાન્ય તાર સાથે એક મહિલાને કરંટ લાગતા તે ફસાઈ ગઈ હતી જેને બચાવવા જતા બીજા 2 લોકોના પણ જીવ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@નવસારી: કપડા સુકવતી મહિલા સાથે બે લોકોને કરંટ લાગતા મોત

નવસારીના ચીખલી તાલુકાનું ખૂંધ ગામ આખુ હિબકે ચઢ્યુ હતુ. અહિં એક સાથે 3 લોકોનું વીજકરંટ લાગવાથી મોત થયું હતુ. એક મહિલા તાર પર કપડા સુકવતી હતી એ વખતે કરંટ લાગ્યો હતો. મહિલાને કરંટ લાગતા બચાવવા ગયેલા 2 લોકોના પણ મોત થયા હતા. ચીખલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.