દુર્ઘટના@પાકિસ્તાન: ટ્રેન-બસ વચ્ચે અકસ્માતમાં 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક મિનિ બસને ટ્રેન સાથે અથડાતા 29 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં મોટાભાગના શીખ શ્રદ્ધાળુઓ હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચીથી લાહોર જતી શાહ હુસેન એક્સપ્રેસે બપોરે ડોઢ વાગ્યે ફરરૂકાબાદ ખાતે માનવરહિત ક્રોસિંગ પર મીની બસને ટક્કર મારી હતી. શીખ શ્રદ્ધાળુ બસમાં સવાર હતા. જ્યાં આ ઘટના બની
 
દુર્ઘટના@પાકિસ્તાન: ટ્રેન-બસ વચ્ચે અકસ્માતમાં 29 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક મિનિ બસને ટ્રેન સાથે અથડાતા 29 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં મોટાભાગના શીખ શ્રદ્ધાળુઓ હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચીથી લાહોર જતી શાહ હુસેન એક્સપ્રેસે બપોરે ડોઢ વાગ્યે ફરરૂકાબાદ ખાતે માનવરહિત ક્રોસિંગ પર મીની બસને ટક્કર મારી હતી. શીખ શ્રદ્ધાળુ બસમાં સવાર હતા. જ્યાં આ ઘટના બની છે તે લાહોરથી આશરે 60 કિમી દૂર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેલવે મંત્રી શેખ રશીદે અધિકારીઓને આ ઘટના માટે જવાબદાર લોકો સામે તાકીદે પગલા લેવા આદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તોને વધુ સારી તબીબી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. ઇવેક્યૂયી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી) ના પ્રવક્તા આમિર હાશ્મીએ કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંના મોટા ભાગના પાકિસ્તાની શીખ હતા.

હાશ્મીએ કહ્યું, “બસ શીખ યાત્રાળુઓને ફરુકકાબાદના ગુરુદ્વારા સચ્ચા સૌદા લઈ જઈ રહી હતી. ભક્તો પેશાવરથી નનકાના સાહિબ આવ્યા હતા. નનકાના સાહિબ પર રોક્યા બાદ તે પેશાવર જઇ રહ્યા હતા. નનકાના સાહિબની હદ સુધી તેમને ઇટીપીબીનું રક્ષણ આપવામાં આવ્યું.” રેલ્વે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેલ્વે જણાવ્યું છે કે એક વિભાગીય ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.