દુર્ઘટના@રાધનપુર: બાઇકમાં દીકરીને લઇ દવાખાને જતાં પરિવારને કારે ટક્કર મારી, મહિલાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે આજે સવારે બાઇક પર જતાં પરિવારને અકસ્માત નડતાં મહિલાનું મોત થયુ છે. આજે સવારના સમયે સાંતલપુરના એક ગામનો પરિવાર બાઇક પર દીકરી બિમાર હોઇ રાધનપુર જઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક પાછળથી આવતી કારે તેમને ટક્કર મારતાં બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જેમાં મહિલા, બાળકો સહિત પરિવાર
 
દુર્ઘટના@રાધનપુર: બાઇકમાં દીકરીને લઇ દવાખાને જતાં પરિવારને કારે ટક્કર મારી, મહિલાનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે આજે સવારે બાઇક પર જતાં પરિવારને અકસ્માત નડતાં મહિલાનું મોત થયુ છે. આજે સવારના સમયે સાંતલપુરના એક ગામનો પરિવાર બાઇક પર દીકરી બિમાર હોઇ રાધનપુર જઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક પાછળથી આવતી કારે તેમને ટક્કર મારતાં બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જેમાં મહિલા, બાળકો સહિત પરિવાર ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી બાળકોની સારવાર કરતાં નાની દીકરી કપાળમાં ત્રણ ટાંકા આવ્યા હતા. આ સાથે બાઇક ચાલક પુરૂષને ખભા ઉપર અને કમરમાં બેઠો માર વાગ્યો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે બાઇક ચાલકે કાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@રાધનપુર: બાઇકમાં દીકરીને લઇ દવાખાને જતાં પરિવારને કારે ટક્કર મારી, મહિલાનું મોત

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીંપળી ગામે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાના સાદપુરા ગામના ખેડૂત બળદેવભાઇ ભુદરભાઇ ઠાકોર પત્નિ સંતોકબેન અને તેમની ત્રણ દીકરી કિંજલ, ચાંદની અને મીરા સાથે દીકરીને તાવ આવતો હોઇ રાધનપુર જવા નિકળ્યાં હતા. જ્યાં મોટીપીંપળી ગામના પાટીયાથી થોડેક આગળ જતાં પાછળથી આવતી મારૂતિકારે બાઇકને ટક્કર મારી હતી. જેથી પરિવાર નીચે પડી જતાં સ્થાનિક સહિતના દોડી આવ્યા હતા. જોકે ખેડૂત બળદેવભાઇની પત્નિને માથાના ભાગે ગંભીર ઇજાઓ, દોઢ વર્ષની દીકરીને જમણા પગે ઇજાઓ અને નાની બે માસની દીકરીને કપાળમાં ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક તમામને સારવાર અર્થે ખસેડતાં ડોક્ટરે સંતોકબેનને મૃત જાહેર કર્યા હતા.

દુર્ઘટના@રાધનપુર: બાઇકમાં દીકરીને લઇ દવાખાને જતાં પરિવારને કારે ટક્કર મારી, મહિલાનું મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર નજીક વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં પરિવાર ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડતાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ખેડૂતની દીકરી ચાંદનીને પગમાં ફેક્ર્ચર, નાની દીકરી મીરાને કપાળમાં ત્રણ ટાંકા અને ખેડૂત બળદેવભાઇને બેઠો માર વાગ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. આ તરફ કાર ચાલકનું નામ થેબા ગુલામરસુલ હાજી સુલેમાનભાઇ રહે.સિધાડા, તા.સાંતલપુરવાળો હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર મામલે રાધનપુર પોલીસે કારચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.