દુર્ઘટના@રાધનપુર: મજૂરીથી પરત ફરતાં યુવકને અજાણ્યાં વાહને અડફેટે લેતાં કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે ગઇકાલે સાંજના સમયે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે બાઇક લઇને પરત ઘરે જતાં યુવકને અજાણ્યાં વાહને અડફેટે લીધો હતો. જ્યાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઇ ગયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો. સમગ્ર
 
દુર્ઘટના@રાધનપુર: મજૂરીથી પરત ફરતાં યુવકને અજાણ્યાં વાહને અડફેટે લેતાં કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે ગઇકાલે સાંજના સમયે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે બાઇક લઇને પરત ઘરે જતાં યુવકને અજાણ્યાં વાહને અડફેટે લીધો હતો. જ્યાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઇ ગયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે મૃતકના કાકાએ અજાણ્યાં વાહન ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામના યુવકનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ગઇકાલે સાંજે ધરવડી ગામના ભરતભાઇ અમરતભાઇ ઠાકોર બાઇક લઇને મજૂરી કામે ગયા હતા. આ દરમ્યાન સાંજના સમયે મોટી પીંપળીથી એચપી પેટ્રોલપંપ વચ્ચે તેમના બાઇકને કોઇ અજાણ્યાં વાહને ટક્કર મારી હતી. જોકે યુવકને માથાના અને મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

દુર્ઘટના@રાધનપુર: મજૂરીથી પરત ફરતાં યુવકને અજાણ્યાં વાહને અડફેટે લેતાં કરૂણ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગઇકાલે સાંજના સમયે કોઇ અજાણ્યાં વાહને પુરઝડપે પોતાનું વાહન ચલાવી બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ તરફ મૃતકના કાકાએ અજાણ્યાં વાહનચાલક વિરૂધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં વાહન ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134, 187 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.