દુર્ઘટના@રાજકોટ: ડે.કલેક્ટરના પત્નિ-પુત્રી અને સાળાનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજકોટ મનપાની ચૂંટણીના દિવસે જ ડે.કલેક્ટરના પત્નિ-પુત્રી અને સાળાનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. આજે બપોરના સમયે ભાવનગર-રાજકોટ હાઇવે પર આઈસર સાથે કારની ટક્કરથી કારમાં બેઠેલા ડે.કલેક્ટરના પત્ની અને બાળકી સહિત તેમના સાળાનું મોત નિપજ્યું છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામના મૃતદેહને ગઢડા હોસ્પિટલ ખસેડ્યા હતા.
 
દુર્ઘટના@રાજકોટ: ડે.કલેક્ટરના પત્નિ-પુત્રી અને સાળાનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ મનપાની ચૂંટણીના દિવસે જ ડે.કલેક્ટરના પત્નિ-પુત્રી અને સાળાનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. આજે બપોરના સમયે ભાવનગર-રાજકોટ હાઇવે પર આઈસર સાથે કારની ટક્કરથી કારમાં બેઠેલા ડે.કલેક્ટરના પત્ની અને બાળકી સહિત તેમના સાળાનું મોત નિપજ્યું છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામના મૃતદેહને ગઢડા હોસ્પિટલ ખસેડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ડે.કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું નિધન થયું છે. ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાળકી સહિત ત્રણના મોત થયા છે. માંડવા-ઢસા વચ્ચે ભાવનગર રોડ પર આવેલ બ્રિજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ભાવનગર જતાં પરિવારના ત્રણેય સભ્યોનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.

દુર્ઘટના@રાજકોટ: ડે.કલેક્ટરના પત્નિ-પુત્રી અને સાળાનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરૂણ મોત
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઢડાના માંડવા અને ઢસા ગામ વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામનારમાં રાજકોટ ડે.કલેકટરના પત્ની,પુત્રી અને સાળા હતા. ચરણસિંહ ગોહિલ રાજકોટના ડેપ્યુટી કલેકટર તરીકેની ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં ગઢડા મામલતદાર, PSI સહીત હોસ્પિટલ પહોંચ્યા હતા.