દુર્ઘટના@સાબરકાંઠાઃ ટ્રકની ટક્કરે મહિલાનું મોત, ઉગ્ર રોષ સાથે ચક્કાજામ

અટલ સમાચાર, સાબરકાંઠા હિંમતનગર નેશનલ હાઇવે નજીકના ગામલોકોની ભારે નારાજગી વચ્ચે વધુ એક દુર્ઘટનાથી જનાક્રોશ ફાટી નિકળ્યો છે. સાબરકાંઠાના બેરણાગામે પાસે ટ્રકની ટક્કરે મહિલાનું કરૂણ મોત થતાં હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. અકસ્માતથી લોકોએ ગુસ્સે થઇ નેશનલ હાઈવે 8 પરપથ્થરો મૂકી ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ
 
દુર્ઘટના@સાબરકાંઠાઃ ટ્રકની ટક્કરે મહિલાનું મોત, ઉગ્ર રોષ સાથે ચક્કાજામ

અટલ સમાચાર, સાબરકાંઠા

હિંમતનગર નેશનલ હાઇવે નજીકના ગામલોકોની ભારે નારાજગી વચ્ચે વધુ એક દુર્ઘટનાથી જનાક્રોશ ફાટી નિકળ્યો છે. સાબરકાંઠાના બેરણાગામે પાસે ટ્રકની ટક્કરે મહિલાનું કરૂણ મોત થતાં હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. અકસ્માતથી લોકોએ ગુસ્સે થઇ નેશનલ હાઈવે 8 પરપથ્થરો મૂકી ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના બેરણા ગામે ટ્રકની ટક્કરે મહિલાનું મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. અકસ્માતને કારણે સ્થાનિક લોકોમાં એટલો બધો ગુસ્સો વધી ગયો હતો કે, હાઇવે પર પથ્થરો મૂકી ચક્કાજામ કરી દીધો હતો. આ દરમિયાન નેશનલ હાઇવે પર વાહનચાલકોની લાંબી કતારો સર્જાતાં ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા થાળે પાડી હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે, નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા ગંભીર તબક્કામાંથી પસાર થઇ રહી છે. વારંવાર માર્ગઅકસ્માતને પગલે સ્થાનિકોમાં ભય વચ્ચે ઉગ્ર રોષ સામે આવી રહ્યો છે. આસપાસના લોકો છેલ્લા કેટલાય સમયથી સડક સુરક્ષની ખાતરી મેળવવા રજૂઆતોકરી રહ્યા છે. આ દરમિયાન ફરીથી માર્ગ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થતાં સ્થાનિક લોકોએ આવેશમાં આવી હાઇવે પર પથ્થરો પાથરી વિરોધ નોંધાવ્યો હતો.