દુર્ઘટના@સિધ્ધપુર: સરસ્વતી નદીના ચેકડેમમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર માધુપાવડીયા પાસે સરસ્વતી નદી ઉપર બનાવાયેલ ચેકડેમમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં 42 વર્ષીય પટ્ટણી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશને સિદ્ધપુર ફાયર ફાયટર ની ટીમે અને નગરપાલિકાના પ્રકાશભાઈ પાધ્યાએ મહામહેનતે બહાર કાઢી હતી. જેને 108 મારફતે સિદ્ધપુર સિવિલ ખાતે લઈ જવાઈ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસે
 
દુર્ઘટના@સિધ્ધપુર: સરસ્વતી નદીના ચેકડેમમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર માધુપાવડીયા પાસે સરસ્વતી નદી ઉપર બનાવાયેલ ચેકડેમમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં 42 વર્ષીય પટ્ટણી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશને સિદ્ધપુર ફાયર ફાયટર ની ટીમે અને નગરપાલિકાના પ્રકાશભાઈ પાધ્યાએ મહામહેનતે બહાર કાઢી હતી. જેને 108 મારફતે સિદ્ધપુર સિવિલ ખાતે લઈ જવાઈ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@સિધ્ધપુર: સરસ્વતી નદીના ચેકડેમમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું

પાટણ જીલ્લના સિધ્ધપુરના ધર્મ ચકલા વિસ્તારના મહાકાળી ચોકમાં રહેતાં ઈશ્વરભાઈ નાથાભાઈ પટ્ટણી (વાઘરી) ડબ્બા વાળા ઉર્ફે શેટ્ટી ઉ.વ. આશરે 42 જે ડબ્બા રીપેરીંગનું કામ કરવા જેવી છૂટક મજુરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

દુર્ઘટના@સિધ્ધપુર: સરસ્વતી નદીના ચેકડેમમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું
જાહેરાત

આજે યુવાન ઘરેથી જમી સરસ્વતી નદીના ચેકડેમમાં ભરાયેલા પાણીમાં અગમ્ય કારણો સર ડૂબી જતા મોત નીપજ્યું હતું. યુવાન નદીમાં ન્હાવા પડેલ પરંતુ કોઇ કારણોસર અચાનક પાણી પી જતા નદીમાં ગરકાવ થઈ ગયેલ આમ યુવક પાણીમાં ડૂબતો હોવાના અંદાજે ત્યાં હાજર લોકોએ બુમાબુમ કરી હતી.

દુર્ઘટના@સિધ્ધપુર: સરસ્વતી નદીના ચેકડેમમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાને લઇ તાત્કાલિક સિદ્ધપુર ફાયર ફાઈટર, પોલીસ અને 108 ઇમરજન્સીને કોલ કરી બોલાવાયા હતા. ફાયર ફાયટરના યુનુસભાઈ અને નગરપાલિકા ઉત્સાહી કર્મચારી પ્રકાશભાઈ પાધ્યાએ ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108ની ટીમે તાત્કાલિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેની લાશને એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.ત્યાં હાજર તબીબએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.મૃતકના પરિવારમાં તેની પત્ની સહિત સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી ઓ હોવાનું તેમજ બે દીકરીઓને પરણાવેલી હોવાની વિગતો મળવા પામી છે.