દુર્ઘટના@સુઇગામ: પુત્રને દવાખાને લઇ જતાં મધરાત્રે કાર પલટી, પિતા સહિત 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર સુઇગામ તાલુકાના ગામનો પરિવાર દવાખાને જતો હોઇ વચ્ચે અકસ્માત નડતાં બે લોકોના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ગામના યુવકને ગઇકાલે તાવની અસર જણાતાં પરિવારના સભ્યો કારમાં તેને લઇ સુઇગામ દવાખાને જતાં હતા. આ દરમ્યાન અચાનક વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવા કારની બ્રેક મારતાં કાર પલટી મારી ગઇ
 
દુર્ઘટના@સુઇગામ: પુત્રને દવાખાને લઇ જતાં મધરાત્રે કાર પલટી, પિતા સહિત 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

સુઇગામ તાલુકાના ગામનો પરિવાર દવાખાને જતો હોઇ વચ્ચે અકસ્માત નડતાં બે લોકોના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ગામના યુવકને ગઇકાલે તાવની અસર જણાતાં પરિવારના સભ્યો કારમાં તેને લઇ સુઇગામ દવાખાને જતાં હતા. આ દરમ્યાન અચાનક વચ્ચે નીલગાય આવી જતાં તેને બચાવવા કારની બ્રેક મારતાં કાર પલટી મારી ગઇ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના બોરુ ગામના પરિવારને અકસ્માત નડતાં બે લોકોના મોત થયુ છે. બોરુના ભરતભાઇ ધરમશીભાઇ જાખેસરાને ગઇકાલે રાત્રે તાવની અસર હોઇ દવાખાને જવાનું નક્કી કર્યુ હતુ. જેથી ભરતભાઇ, માતા અંબાબેન, પિતા ધરમશીભાઇ, મોટાબાપાના દિકરા પ્રેમાભાઇ સહિતના દવાખાને જવા ધરમશીભાઇની કાર લઇને નિકળ્યા હતા. આ દરમ્યાન લીંબુણી ગામની સીમમાં પાણીના પુલીયા નજીક બાવળોમાંથી નીલગાય દોડી આવતાં તેને બચાવવા બ્રેક મારતાં કાર પલટી મારી ગઇ હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે ધરમશીભાઇ અને પ્રેમાભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાવની અસર જણાતાં પુત્રને લઇ દવાખાને લઇ જતાં પિતાનું મોત થતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગઇકાલે મોડીરાત્રે બનેલી ઘટનામાં ભરતભાઇ, માતા અંબાબેન અને બળદેવભાઇ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર મામલે સુઇગામ પોલીસે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.