આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગઇકાલે રાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન દુ:ખદ દુર્ઘટના સામે આવી છે. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. ગઇકાલે રાત્રે બનેલી ઘટના બાદ રીક્ષાના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અન્ય બેથી ત્રણ વાહનોએ અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હોઇ આ દરમ્યાન એક રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં હીનાબેન નામના મહિલા પોલીસ કર્મચારી વધુ ઘવાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હીનાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code