દુર્ઘટના@તમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 6ના મોતથી હડકંપ

અટલ સમાચાર.ડેસ્ક તમિલનાડુ સ્થિત નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં બુધવારે પાવરપ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થતા દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. કંપની પાસે પોતાની ફાયર ટીમ હોવાથી તે બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને મૃતકો તેમજ ઘાયલોનો આંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર
 
દુર્ઘટના@તમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 6ના મોતથી હડકંપ

અટલ સમાચાર.ડેસ્ક

તમિલનાડુ સ્થિત નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં બુધવારે પાવરપ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થતા દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. કંપની પાસે પોતાની ફાયર ટીમ હોવાથી તે બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને મૃતકો તેમજ ઘાયલોનો આંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થયો હતો. ઇજાગ્રસ્તોને NLC લિગ્નાઇટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

દુર્ઘટના@તમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 6ના મોતથી હડકંપ

નોધપાત્ર છે કે, કુડ્ડાલોર, રાજ્યના પાટનગરથી 180 કિલોમીટર દૂર સ્થિત છે. સાત યૂનિટોમાં 1,470 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. એક બોઇલરમાં બ્લાસ્ટ થઈ ગયો જેના કારણે મોટાપાયે આગ લાગી હતી.કંપનીના અધિકારીએ જણાવ્યા મુજબ બુધવારે સવારે કંપનીના (210 મે.વો. X 7)ના થર્મલ પાવર સ્ટેશન-2ના પાંચમા યુનિટમાં બોઈલર ધડાકાભેર ફાટ્યું હતું. કર્મચારીઓ જ્યારે કામગારી પુનઃ શરૂ કરી રહ્યા હતા ત્યારે જ બોઈલર એકાએક ફાટતા પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.