દુ:ખદ@થરાદ: ગૌશાળામાં 40 પશુઓને ખોરાકી ઝેરની અસર, 20 ગાયોના મોત

અટલ સમાચાર, થરાદ કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ભાભરની ગૌશાળામાં 40 પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 20 ગાયોને સારવાર આપી બચાવી લેવાઇ હતી. તો અન્ય 20 ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે ખોરાકી ઝેરની અસર થઇ હતી. જોકે આજે મૃત પશુઓને જેસીબીની મદદથી દફનાવવામાં આવ્યા હતા.
 
દુ:ખદ@થરાદ: ગૌશાળામાં 40 પશુઓને ખોરાકી ઝેરની અસર, 20 ગાયોના મોત

અટલ સમાચાર, થરાદ

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ભાભરની ગૌશાળામાં 40 પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 20 ગાયોને સારવાર આપી બચાવી લેવાઇ હતી. તો અન્ય 20 ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે ખોરાકી ઝેરની અસર થઇ હતી. જોકે આજે મૃત પશુઓને જેસીબીની મદદથી દફનાવવામાં આવ્યા હતા. જોકે ગૌશાળા સંચાલક અને ગોવાળની બેદરકારીથી મોત થયા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુ:ખદ@થરાદ: ગૌશાળામાં 40 પશુઓને ખોરાકી ઝેરની અસર, 20 ગાયોના મોત

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ભાભર ગામે આવેલી ગૌશાળામાં ગઇકાલે 40 પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. પ્રાથમિક તપાસમાં તમામ પશુઓને એરંડા ખાતા તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેને કારણે 20 ગાયોના મોત થયા હતા. તો આ તરફ સારવાર આપી 20 ગાયોને બચાવી લેવામાં આવી હતી. ગૌશાળા સંચાલક અને ગોવાળની બેદરકારીને કારણે પશુઓના મોત થયા હોવાના આક્ષેપો થયા છે. આજે જેસીબી મશીનની મદદથી 20ગાયોને દફનાવવામાં આવી હતી.