દુર્ઘટના@વડોદરા: વહેલી સવારે કારની ટક્કરે એક્ટિવા ચાલક યુવતિનું કમકમાટીભર્યુ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બ્રિજ પર એક્ટીવા લઈને જતી યુવતીને પાછળથી ટક્કર મારી હતી. કારની અડફેટ એટલી ભયાનક હતી કે, એક્ટીવા ફંગોળાઈ ગયું હતું. જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતુ. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ
 
દુર્ઘટના@વડોદરા: વહેલી સવારે કારની ટક્કરે એક્ટિવા ચાલક યુવતિનું કમકમાટીભર્યુ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બ્રિજ પર એક્ટીવા લઈને જતી યુવતીને પાછળથી ટક્કર મારી હતી. કારની અડફેટ એટલી ભયાનક હતી કે, એક્ટીવા ફંગોળાઈ ગયું હતું. જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતુ. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર થયેલા અકસ્માતમાં 24 વર્ષની યુવતી નમ્રતા સોલંકીને જીવ ખોવાનો વારો આવ્યો છે. વહેલી સવારમાં યુવતી ઘરેથી નીકળી કામ માટે બહાર જઈ રહી હતી. જે બાદ અકોટા દાંડિયાબજાર બ્રિજ પર પસાર થતી વખતે અચાનક પાછળથી પૂર ઝડપે આવી રહેલી કાર જોરદાર ટક્કર મારી હતી, ટક્કર એવી ખતરનાક હતી કે એક્ટિવા ચાલક 24 વર્ષની યુવતી નમ્રતા સોલંકી એક્ટિવા સહિત હવામાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં માથાના ભાગે તેમજ શરીરમાં ગંભીર ઘા વાગ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોકટર દ્વારા યુવતીને મૃત ઘોષિત કરવામાં આવી હતી. યુવતીના પરિવાજનને પણ યુવતીના ફોનમાંથી ફોન કરી જાણ કરાઇ હતી. હાલ 24 વર્ષની યુવતી નમ્રતા સોલંકી અકાળે અકસ્માતમાં મોત થતાં સમગ્ર પરિવાર પર દૂ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતમાં એક માતા-પિતાને દીકરી ખોવાનો તેમજ એક ભાઈને પોતાની લાડકી બહેન ખોવાનો વારો આવ્યો છે. બહેન નમ્રતા સોલંકીનું કારની ટક્કરે મોત નિપજતા સમગ્ર પરિવાર સહિત પ્રથકમાં શોકનું ફેરવાઇ ગયું છે. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરી રહી છે.