દુર્ઘટના@વલસાડ: ટ્રકચાલકને ઝોકુ આવતાં લક્ઝરીને અડફેટે લીધી, 20થી વધુ ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક સોમવારની વહેલી સવારે વલસાડમાં હાઇવે ઉપર ઝાલોરથી બેંગલુરૂ તરફ મુસાફરો ભરીને જઈ રહેલી ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર સામેની ટ્રેક ઉપરથી આવતા ટ્રક ચાલકને ઝોકુ આવી જતાં ડિવાઇડર કુદાવી જઈ રહેલી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે લોકો
 
દુર્ઘટના@વલસાડ: ટ્રકચાલકને ઝોકુ આવતાં લક્ઝરીને અડફેટે લીધી, 20થી વધુ ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક

સોમવારની વહેલી સવારે વલસાડમાં હાઇવે ઉપર ઝાલોરથી બેંગલુરૂ તરફ મુસાફરો ભરીને જઈ રહેલી ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. હાઇવે પર સામેની ટ્રેક ઉપરથી આવતા ટ્રક ચાલકને ઝોકુ આવી જતાં ડિવાઇડર કુદાવી જઈ રહેલી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@વલસાડ: ટ્રકચાલકને ઝોકુ આવતાં લક્ઝરીને અડફેટે લીધી, 20થી વધુ ઘાયલ

વલસાડ નજીક આવેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર નંદાવલા ગામ નજીક આજે વહેલી સવારે મુંબઈથી સુરત તરફના હાઇવે ટ્રેક ઉપર જઇ રહેલી ટ્રકના ચાલકને ઝોકુ આવી જતા ટ્રક ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રક ડિવાઇડર કૂદીને સુરતથી મુંબઇ તરફ જતી બસ સાથે અથડાઈ હતી. સામેથી આવતી એક ખાનગી લક્ઝરી બસ રાજસ્થાનના ઝાલોરથી બેંગ્લોર તરફ જઈ રહી હતી એ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

દુર્ઘટના@વલસાડ: ટ્રકચાલકને ઝોકુ આવતાં લક્ઝરીને અડફેટે લીધી, 20થી વધુ ઘાયલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ ટ્રક પલટી જતાં બસમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો સાથે-સાથે બસની અંદર સવાર અન્ય 20 થી વધુ મુસાફરોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે વલસાડના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વહેલી પરોઢિયે સાત વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે ઈજાગ્રસ્તોને બસમાંથી હેમખેમ રીતે બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા.