દુર્ઘટના@વાવ: વીજળી પડતાં ગાય-ભેંસના મોત, પશુપાલકને રોજીરોટીમાં ફટકો

અટલ સમાચાર, વાવ કોરોના મહામારી વચ્ચે ગઇકાલે બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદમાં મોડીસાજે વાવ તાલુકાના ગામે વીજળી પડતાં ગાય-ભેંસનું મોત થયાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતને રોજીરોટીમાં ફટકો પડ્યો છે. અગાઉ પણ જીલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગઇકાલે સાંજે આવેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં
 
દુર્ઘટના@વાવ: વીજળી પડતાં ગાય-ભેંસના મોત, પશુપાલકને રોજીરોટીમાં ફટકો

અટલ સમાચાર, વાવ

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદમાં મોડીસાજે વાવ તાલુકાના ગામે વીજળી પડતાં ગાય-ભેંસનું મોત થયાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતને રોજીરોટીમાં ફટકો પડ્યો છે. અગાઉ પણ જીલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગઇકાલે સાંજે આવેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં ખેતીને નુકશાન થયાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@વાવ: વીજળી પડતાં ગાય-ભેંસના મોત, પશુપાલકને રોજીરોટીમાં ફટકો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના પ્રતાપપુરા ગામે રાત્રે વીજળી પડતાં ગાય-ભેંસના મોત થયા છે. પ્રતાપપુરા ગામે ખેતી કરી ગુજરાન ચલાવતાં ખેડૂતની ગાય-ભેંસ વાડામાં બાંધેલી હતી. આ દરમ્યાન ગત રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે ગાય અને ભેંસ ઉપર વીજળી પડતાં તેમના મોત થયા હતા. જેને લઇ પશુપાલકને અંદાજે 1 લાખનું નુકશાન થતાં હાલત કફોડી બની છે.