દુર્ઘટના@વિરમગામ: કારચાલકે મહિલા શિક્ષિકાને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક દિવાળીના તહેવાર બાદ આજે વિરમગામ-માંડલ હાઇવે પર અકસ્માત સર્જાતાં મહિલા શિક્ષિકાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે અજાણ્યા કારચાલકે એક્ટિવા ચાલક મહિલા શિક્ષિકાને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે આસપાસના લોકો દોડી આવી 108ને જાણ કરી હતી. જોકે માર્ગ અકસ્માતની ઘટનામાં મહિલા શિક્ષિકાનું
 
દુર્ઘટના@વિરમગામ: કારચાલકે મહિલા શિક્ષિકાને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવાર બાદ આજે વિરમગામ-માંડલ હાઇવે પર અકસ્માત સર્જાતાં મહિલા શિક્ષિકાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે અજાણ્યા કારચાલકે એક્ટિવા ચાલક મહિલા શિક્ષિકાને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે આસપાસના લોકો દોડી આવી 108ને જાણ કરી હતી. જોકે માર્ગ અકસ્માતની ઘટનામાં મહિલા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિરમગામ-માંડલ હાઈવે પર ભોજવા ગામ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણી કારની ટક્કરે એક્ટિવા ચાલક શિક્ષિકાનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. અજાણી કારનો ચાલક એક્ટિવાને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ 108ને કરાતાં તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે વિરમગાર ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.