દુર્ઘટના@કડી: મહિલાનું કારની ટક્કરે મોત થતાં પરિજનો શોકમગ્ન, ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે બેફામ કારચાલકે એક મહિલાને અડફેટે લેતાં તેમનું મોત થયુ છે. ગઇકાલે ફરીયાદીનો પરિવાર કડી તાલુકાના ગામે સગાઇના પ્રસંગમાં ગયો હતો. જે બાદમાં જમણવાર પુર્ણ થયા બાદ ઘરે આવવા નીકળતી વખતે ફરીયાદીના પત્નિ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમ્યાન સીમ-વગડા તરફથી એક કાર ફૂલસ્પિડમાં આવતી હોઇ ફરીયાદીના
 
દુર્ઘટના@કડી: મહિલાનું કારની ટક્કરે મોત થતાં પરિજનો શોકમગ્ન, ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે બેફામ કારચાલકે એક મહિલાને અડફેટે લેતાં તેમનું મોત થયુ છે. ગઇકાલે ફરીયાદીનો પરિવાર કડી તાલુકાના ગામે સગાઇના પ્રસંગમાં ગયો હતો. જે બાદમાં જમણવાર પુર્ણ થયા બાદ ઘરે આવવા નીકળતી વખતે ફરીયાદીના પત્નિ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમ્યાન સીમ-વગડા તરફથી એક કાર ફૂલસ્પિડમાં આવતી હોઇ ફરીયાદીના પત્નિને અડફેટે લીધ હતી. જે બાદમાં રસ્તા પર પડેલી બે કારને પણ નુકશાન પહોંચાડ્યું હતુ. આ તરફ ફરીયાદીના પત્નિને પ્રથમ ગામના દવાખાનામાં પછી કડી હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇ મૃતકના પતિએ કારચાલક સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@કડી: મહિલાનું કારની ટક્કરે મોત થતાં પરિજનો શોકમગ્ન, ચાલક સામે ફરીયાદ

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના મેડાઆદરજ ગામે અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થયુ છે. ગાંધીનગર જીલ્લાના ઇન્દ્રાડ ગામના સુરસંગજી ઠાકોર પોતાના પરિવાર સાથે કારમાં કડીના મેડા આદરજ ગામે શનાજી ઠાકોરના ઘરે સગાઇમાં ગયા હતા. જે બાદમાં જમણવારનો પ્રોગ્રામ પુરો ઘરે જવા નીકળવાં ઘર આગળ પાર્ક કરેલ કારમાં બેસવા જતાં હતા. આ દરમ્યાન સુરસંગજીના પત્નિ બબીબેન રોડ ઓળંગતા હતા ત્યારે સીમ-વગડા તરથી એક સફેદ કલરની એસેન્ટ કારે પુરઝડપે આવી તેમને ટક્કરી મારી હતી. જેથી બબીબેન રોડ પર ઢસડાતાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

દુર્ઘટના@કડી: મહિલાનું કારની ટક્કરે મોત થતાં પરિજનો શોકમગ્ન, ચાલક સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બેફામ બનેલાં કારચાલકે મહિલાને ટક્કર માર્યા બાદ સાઇડમાં ઉભેલી ફરીયાદીની કાર અને અન્ય એક કારને નુકશાન પહોંચાડ્યું હતુ. જે બાદમાં ફરીયાદીના પત્નિને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મેડા આદરજ અને ત્યારબાદ કડી સરકારી દવાખાને લાવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ તરફ આરોપી કારચાલકે પણ ઇજાઓ પહોંચી હોઇ તેને પણ સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટના બાદ ફરીયાદી સુરસંગજીએ કારચાલક સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે કારચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.