દુર્ઘટના@ખેડા: ST બસને ચીરી આરપાર નીકળ્યું ટ્રેલર, 32 મુસાફરો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ખેડા જિલ્લામાં આજે સવારે એક એસટીનો ટ્રક સાથે વિચિત્ર અકસ્માત થયો હતો. કઠલાલના અનારામાં થયેલા અકસ્માતમાં મુસાફરો ભરેલી એસટી અચનાક જ આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડામ કરતી ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા જ મુસાફરોના ચીચીયારીઓથી માહોલમાં ભય
 
દુર્ઘટના@ખેડા: ST બસને ચીરી આરપાર નીકળ્યું ટ્રેલર, 32 મુસાફરો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા જિલ્લામાં આજે સવારે એક એસટીનો ટ્રક સાથે વિચિત્ર અકસ્માત થયો હતો. કઠલાલના અનારામાં થયેલા અકસ્માતમાં મુસાફરો ભરેલી એસટી અચનાક જ આગળ જઈ રહેલા ટ્રેલરમાં ધડામ કરતી ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા જ મુસાફરોના ચીચીયારીઓથી માહોલમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે, આસપાસના વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવા લાગ્યા હતા. દરમિયાન એમ્બ્યુલન્સ પણ આવી જતા તમામ મુસાફરોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ખેડા: ST બસને ચીરી આરપાર નીકળ્યું ટ્રેલર, 32 મુસાફરો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

ખેડા જીલ્લાના કઠલાલના અનારામાં સવારના સમયે એસટી બસને ભયાનક અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માતમાં મુસાફરો ઇજાગ્રસ્ત બનતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. એસટી બસને ચીરી ટ્રેલર એક તરફે આખું આરપાર નીકળી ગયું હતું. આ જોતાં મુસાફરોમાંથી કોઈનો જીવ જવાની શક્યતાઓ નકારી શકાતી નહોતી. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આ અકસ્માતમાં 32 મુસાફરોને નાની મોટી ઇજા થઈ હતી. હજી સુધી કોઇપણ મુસાફરના મૃત્યુના સમાચાર સામે નહીં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દુર્ઘટના@ખેડા: ST બસને ચીરી આરપાર નીકળ્યું ટ્રેલર, 32 મુસાફરો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી