દુ:ખદ@દિયોદર: આગેવાન મફતસિંહ વાઘેલાનું નિધન, સમાજને મોટી ખોટ પડી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકના સામાજીક આગેવાન અને જાગીરદાર સમાજના વરિષ્ઠ અગ્રણી મફજીસિંહ વાઘેલાનું આજે સવારે નિધન થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન તેમને અંતિમ શ્વાસ લેતાં સમગ્ર દિયોદર પંથક અને સમાજને ભારે ખોટ પડી છે. આજે તેમના નશ્વર દેહને દર્શનાર્થે દિયોદર લાવવામાં આવ્યો હતો. અટલ
 
દુ:ખદ@દિયોદર: આગેવાન મફતસિંહ વાઘેલાનું નિધન, સમાજને મોટી ખોટ પડી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકના સામાજીક આગેવાન અને જાગીરદાર સમાજના વરિષ્ઠ અગ્રણી મફજીસિંહ વાઘેલાનું આજે સવારે નિધન થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન તેમને અંતિમ શ્વાસ લેતાં સમગ્ર દિયોદર પંથક અને સમાજને ભારે ખોટ પડી છે. આજે તેમના નશ્વર દેહને દર્શનાર્થે દિયોદર લાવવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના વતની મફતસિંહ જોરજી વાઘેલા(મફજીબા)(ઉ.વ.72) તરીકે જાણીતાં એક સચોટ વક્તાએ આજે અમદાવાદમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. અચાનક સામાજીક આગેવાનની વિદાયથી હિંદવાણી પંથક અને જાગીરદાર સમાજને એક મોટી ખોટ પડી છે. મફજીબાના દુઃખદ અવસાનના સમાચાર તેમના પુત્ર કોંગ્રેસ પ્રદેશ મંત્રી ભરતસિંહ મફતસિંહ વાઘેલાએ ટ્વિટ કરતાં દિયોદર તાલુકામાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મફજીબાને રવિવારના સાંજના સમયે તેમના નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવતાં અંતિમ દર્શન માટે રાજસ્થાન અને ગુજરાત તેમજ સમગ્ર જિલ્લામાંથી જાગીરદાર સમાજના અગ્રણી, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો દરેક સમાજના લોકચાહકો ફોરણા ગામે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા. આ સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી જાગીરદાર સમાજના વરિષ્ઠ અગ્રણીને બંને પક્ષના આગેવાનોએ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તે માટે શ્રદ્ધાંજલી અપર્ણ કરી હતી.