દુ:ખદ@ગુજરાત: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું કોરોનાની સારવાર વચ્ચે નિધન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંક્રમિત બન્યા બાદ સારવાર વચ્ચે આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું નિધન થયું છે. અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ લથડતા તેમણે ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા અભય ભારદ્વાજના ભાઈ દ્વારા તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી આપવામાં આવી. અભય ભારદ્વાજ ગુજરાતના ખુબજ જાણીતા
 
દુ:ખદ@ગુજરાત: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું કોરોનાની સારવાર વચ્ચે નિધન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંક્રમિત બન્યા બાદ સારવાર વચ્ચે આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું નિધન થયું છે. અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ લથડતા તેમણે ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા અભય ભારદ્વાજના ભાઈ દ્વારા તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી આપવામાં આવી. અભય ભારદ્વાજ ગુજરાતના ખુબજ જાણીતા કાયદાવિદ હતા અને તેઓ રાજ્ય સભાના સાંસદ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અભય ભારદ્વાજ મૂળ રાજકોટના વતની હતા. કોરોના સંક્રમિત થયા પછી અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમની તબિયત લથડી હોવાના કારણે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક સ્પેશિયલ ડોક્ટરની ટીમને પણ રાજકોટમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેમના ફેફસામાં ઇન્ફેકશન વધ્યું હોવાના કારણે તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે વધુ સારવાર માટે ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના પેટાચૂંટણી સમયે અભય ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેમાં અભય ભારદ્વાજની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના નિધન પર દુઃખ વ્યક્ત કરતા આ માહિતી સામે આવી હતી. બ્રહ્મ સમાજની અંદર પણ અભય ભારદ્વાજ એક મોટું નામ ધરાવતા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હતા. અભય ભારદ્વાજના નિધનને લઇને ભાજપના નેતાઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.