દુઃખદ@રાજકોટઃ તળાવનું પાણી ઉંડુ હોવાથી સેલ્ફી લેતાં ત્રણ યુવકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં પરશુરામ મંદિર પાસે આવેલા તળાવ પાસે બે યુવક અને એક યુવતી સેલ્ફી લેવા ગયા હતાં. આ તળાવ પાસે એક મોટું બોર્ડ મારવામાં આવ્યું છે કે, ‘તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે.’ તે ઉપરાંત આ લોકો ત્યાં
 
દુઃખદ@રાજકોટઃ તળાવનું પાણી ઉંડુ હોવાથી સેલ્ફી લેતાં ત્રણ યુવકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં પરશુરામ મંદિર પાસે આવેલા તળાવ પાસે બે યુવક અને એક યુવતી સેલ્ફી લેવા ગયા હતાં. આ તળાવ પાસે એક મોટું બોર્ડ મારવામાં આવ્યું છે કે, ‘તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે.’ તે ઉપરાંત આ લોકો ત્યાં સેલ્ફી લેવા ગયા હતાં. ત્યાં આ લોકો સેલ્ફી લેતી વખતે કોઇક રીતે પાણીમાં પડ્યાં અને ડૂબવા માંડ્યાં હતાં. આ લોકોને ડૂબતા જોઇ અન્ય એક વ્યક્તિએ આમને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ ઘટનામાં યુવતીને બચાવી લેવામાં આવી છે. જ્યારે બે યુવાનોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગ અન્ય એક વ્યક્તિને શોધી રહ્યાં છે. યુનિવર્સિટી પોલીસે પંચનામાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ લોકોમાંથી યુવતીનો બચાવ થયો છે. જ્યારે યુવતી સાથેનો એક યુવાને અને તેમને બચાવવા પડેલા યુવાનનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ત્રીજા યુવાનની હજી શોધખોળ ચાલી રહી છે.