દુ:ખદ@વાવ: ફૂલ જેવા બાળક સાથે પિતાએ કર્યો આપઘાત, યુવકની લાશ મળી, પુત્રની શોધખોળ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ પંથકની કેનાલમાં એક પિતાએ ફૂલ જેવા પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે અગમ્ય કારણોસર પિતાએ પોતાના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. જે બાદમાં સ્થાનિકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં કેનાલ પર એકત્ર થઇ ગયા હતા. આ તરફ થરાદ
 
દુ:ખદ@વાવ: ફૂલ જેવા બાળક સાથે પિતાએ કર્યો આપઘાત, યુવકની લાશ મળી, પુત્રની શોધખોળ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ પંથકની કેનાલમાં એક પિતાએ ફૂલ જેવા પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે અગમ્ય કારણોસર પિતાએ પોતાના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. જે બાદમાં સ્થાનિકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં કેનાલ પર એકત્ર થઇ ગયા હતા. આ તરફ થરાદ પાલિકાના તરવૈયાઓ દ્રારા 15 કલાકની જહેમત બાદ પિતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે 3 વર્ષના દીકરાની હજી પણ શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવના દેવપુરા મેઇન કેનાલમાં પિતાએ 3 વર્ષના દીકરા સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ 15 કલાકની જહેમત બાદ પિતાના મૃતદેહને બહાર કાઢતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ત્યારે 3 વર્ષના દીકરાની શોધખોળ ચાલી રહી છે. બાળકનો મૃતદેહ શોધવા તરવૈયા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે પિતા-પુત્રએ કેમ આત્મહત્યા કરી તે મામલે હજી સુધી કોઇ ચોક્કસ વિગતો સામે આવી નથી. પિતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ આત્મહત્યા પાછળના કારણ માટે વાવ પોલીસે તપાસ હાથ ધરી છે.