આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી

બહુચરાજી તાલુકાના ગામે મોબાઇલ ફાટતા એક કિશોરીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં કિશોરીનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી ઉઠતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના છેટાસણા ગામમાં રહેતા દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો. ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code