દુ:ખદ@કડી: કોરોનાગ્રસ્ત બન્યા બાદ પુરૂષનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આજે કોરોનાને કારણે વધુ 1 દર્દીનું મોત થયુ છે. કડીના 75 વર્ષીય દર્દીનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયુ છે. આ સાથે જીલ્લામાં આજે કોરોનાના રીપીટ કેસ સામે આવ્યા છે. જેમાં અગાઉ પોઝિટીવ આવ્યા બાદ સારવાર લીધી હતી. જે બાદમાં નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ ફરી આજે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અટલ
 
દુ:ખદ@કડી: કોરોનાગ્રસ્ત બન્યા બાદ પુરૂષનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે કોરોનાને કારણે વધુ 1 દર્દીનું મોત થયુ છે. કડીના 75 વર્ષીય દર્દીનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયુ છે. આ સાથે જીલ્લામાં આજે કોરોનાના રીપીટ કેસ સામે આવ્યા છે. જેમાં અગાઉ પોઝિટીવ આવ્યા બાદ સારવાર લીધી હતી. જે બાદમાં નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ ફરી આજે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યુ છે. આ તરફ ગત દીવસોએ પોઝિટીવમાંથી નેગેટીવ આવેલા 2 લોકોના રીપોર્ટ ફરી પોઝીટીવ આવ્યો છે. આજે કડીના આદમભાઇ ઇસાબભાઇ ઘાંચી ઉ.75નું સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. રીપીટ પોઝીટીવ જેમાંથી અલ્પેશ બારડ ઉંમર વર્ષ 34 રહેવાસી અમદાવાદ અને વિકાસ અવિનાશ યાદવ ઉંમર વર્ષ 34 રહેવાસી વિજાપુરને રીપીટ પોઝીટીવ આવેલ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જિલ્લામાં 30 મે 2020 સુધી 1435 સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાંથી 1280 સેમ્પલ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં શનિવારે 29 સેમ્પલનું પરીણામ આવેલ છે જેમાંથી 27 સેમ્પલનું પરીણામ નેગેટીવ અને 02 કોવિડ-19ના દર્દીઓના રીપીટ પરીણામ પોઝીટીવ આવેલ છે. મહેસાણા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ વડનગર ખાતેથી 03 દર્દી સાજા થતાં રજા આપવામાં આવેલ છે. જિલ્લામાં હાલમાં કોવિડ-19ના કુલ એક્ટીવ કેસ 22 છે અને 76 દર્દીઓએ કોરોને પરાસ્ત કરેલ છે જેઓને રજા આપવામાં આવેલ છે.