બદલી@ગુજરાત:  ખાણ ખનીજ વિભાગના એકસાથે 13 કર્મચારીના ટ્રાન્સફર હુકમ થયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનીક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે એની વચ્ચે ગઈકાલે રાજ્યકક્ષાએથી અલગ અલગ જીલ્લાઓમાં ફરજ બજાવતાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી વર્ગ – 2 ના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં 13 જીલ્લાઓના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીઓની બદલી થઈ છે. આ બદલીમાં કચ્છ પુર્વ અંજારના અધિકારીની બદલી સૌથી વધુ ચર્ચાનો વિષય બની હતી જ્યાં રાજ્યના
 
બદલી@ગુજરાત:  ખાણ ખનીજ વિભાગના એકસાથે 13 કર્મચારીના ટ્રાન્સફર હુકમ થયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનીક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે એની વચ્ચે ગઈકાલે રાજ્યકક્ષાએથી અલગ અલગ જીલ્લાઓમાં ફરજ બજાવતાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી વર્ગ – 2 ના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં 13 જીલ્લાઓના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીઓની બદલી થઈ છે. આ બદલીમાં કચ્છ પુર્વ અંજારના અધિકારીની બદલી સૌથી વધુ ચર્ચાનો વિષય બની હતી જ્યાં રાજ્યના 75 ટકા ખનીજોનુ ઉત્પાદન થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ફરજ બજાવતા 13 ભુસ્તરશાસ્ત્રી વર્ગ – 2 ના કર્મચારીની બદલીએ ચર્ચાનુ જોર પકડ્યુ હતુ.જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા બદલી કરાઈ હતી. બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા મુકવામાં આવ્યા હતા. સુરતના પી.આર. સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે બદલી કરવામાં આવી હતી. પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ)

આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ,  આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ,  સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ મુકાયા હતા.