સંક્રમણ@મહેસાણા: કોરોના લોકલ ચેપ બેફાટ, 1 મોત વચ્ચે નવા 32 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં આજે ફરી ડબલ આંકડામાં કોરોના કેસો સામે આવ્યા છે. આજે જીલ્લામાં નવા 32 દર્દીઓ ઉમેરાતાં સંપર્કમાં આવેલા ચોંક્યા છે. જીલ્લામાં લોકલ ચેપ બેફાટ બનતાં આજે ગંજબજારમાં એકસાથે ૪ લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આજે મહેસાણાના શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારોમાં 17 કેસ સામે આવ્યા છે.
 
સંક્રમણ@મહેસાણા: કોરોના લોકલ ચેપ બેફાટ, 1 મોત વચ્ચે નવા 32 દર્દી ખુલ્યાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં આજે ફરી ડબલ આંકડામાં કોરોના કેસો સામે આવ્યા છે. આજે જીલ્લામાં નવા 32 દર્દીઓ ઉમેરાતાં સંપર્કમાં આવેલા ચોંક્યા છે. જીલ્લામાં લોકલ ચેપ બેફાટ બનતાં આજે ગંજબજારમાં એકસાથે ૪ લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આજે મહેસાણાના શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારોમાં 17 કેસ સામે આવ્યા છે. આ સાથે જીલ્લામાં આજે 9 દર્દીઓ કોરોના સામે જંગ જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ જીલ્લામાં મહેસાણાના અલોડાના કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે કોરોના વાયરસના નવા 32 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ પુરૂષો 19 અને 13 સ્ત્રી હોવાનું ખુલ્યુ છે. આ તરફ મહેસાણાના અલોડાના કોરોનાગ્રસ્ત 80 વર્ષિય પુરૂષ દર્દીનું સાંઇક્રિષ્ણા હોસ્પિટલ ખાતે મોત થયુ છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિ કુલ કોરોનાના 308 કેસ એક્ટિવ છે.

સંક્રમણ@મહેસાણા: કોરોના લોકલ ચેપ બેફાટ, 1 મોત વચ્ચે નવા 32 દર્દી ખુલ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે નોંધાયેલા 32 કેસોમાં મહેસાણા શહેરમાં 10, મહેસાણા તાલુકામાં 9, ખેરાલુ શહેરમાં 1, કડી તાલુકામાં 3, વિસનગર શહેરમાં 4, જોટાણા તાલુકામાં 2, વિજાપુર તાલુકામાં 1 અને વિસનગર તાલુકામાં 2 મળી નવા 32 દર્દીઓ પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ જીલ્લામાં અત્યાર સુધી લેવામાં આવેલા 10252 સેમ્પલમાંથી 9440 નેગેટીવ જાહેર થયા છે. આજે 265 સેમ્પલનું રીઝલ્ટ આવતાં કુલ 240 નેગેટીવ અને 25 સેમ્પલના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ સાથે ખાનગી લેબમાં બીજા 7 દર્દીઓ પોઝિટીવ જાહેર થયા છે.