ટ્રેપ@સાંતલપુર: બારોબાર જામીન આપવા 10 હજારની લાંચ માંગી, કોન્સ્ટેબલ પકડાયો

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ કરી હોવાનું સામે આવ્યું છે. કોઈ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાને બદલે બારોબાર જામીન માટે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. જેમાં ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતાં કોન્સ્ટેબલ પોલીસ મથકે જ લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે. પાટણ જિલ્લાના
 
ટ્રેપ@સાંતલપુર: બારોબાર જામીન આપવા 10 હજારની લાંચ માંગી, કોન્સ્ટેબલ પકડાયો

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ કરી હોવાનું સામે આવ્યું છે. કોઈ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાને બદલે બારોબાર જામીન માટે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. જેમાં ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતાં કોન્સ્ટેબલ પોલીસ મથકે જ લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકે કુટુંબી ભાઈઓ ઉપર અગાઉ ગુન્હો દાખલ થયેલો હતો. જેથી ગુનામાં આરોપીઓને કોર્ટમાં નહિ મોકલવા અને પોલીસ સ્ટેશનમાં જ જામીન ઉપર છોડવા પેટે કોન્સ્ટેબલ  અહેમદખાન ઉમરખાન મલેકે (અ હે. કો., ઉં. વ. 38) રૂપિયા 20,000/- ની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.10,000/- નક્કી કર્યા હતા. જેમાં બે હપ્તામાં લાંચની રકમ સ્વિકારવા નક્કી કર્યું હતું.

જે પૈકી રૂ.3,000 પહેલા આપવામાં આવેલ અને બાકીના રૂ. 7,000/- ની માંગણી કોન્સ્ટેબલે કરી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. જેથી બનાસકાંઠા એસીબીએ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં કોન્સ્ટેબલ લાંચની રકમ રૂ. 7,000/- પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારતાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો.