ટ્રેપ@સરસ્વતી: આવાસ યોજનામાં 51,000ની લાંચ લેતાં મહિલા તલાટી ઝડપાયા

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) સરસ્વતી તાલુકાના ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી સમક્ષ આવાસ યોજનાના ફોર્મ આવતાં હતા. આ દરમ્યાન ગામના અનેક લાભાર્થીઓએ સરકારની આવાસ યોજના તળે મકાની સહાય મંજૂર કરાવવા તલાટીને રજૂઆત કરી હતી. જેની સામે એક ફોર્મ દીઠ રૂ.3000 લેખે 42 લાભાર્થીઓને રકમ આપવા કહેવાયુ હતુ. જેમાં પ્રથમ 51,000 માંગતાં
 
ટ્રેપ@સરસ્વતી: આવાસ યોજનામાં 51,000ની લાંચ લેતાં મહિલા તલાટી ઝડપાયા

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) 

સરસ્વતી તાલુકાના ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં મહિલા કર્મચારી સમક્ષ આવાસ યોજનાના ફોર્મ આવતાં હતા. આ દરમ્યાન ગામના અનેક લાભાર્થીઓએ સરકારની આવાસ યોજના તળે મકાની સહાય મંજૂર કરાવવા તલાટીને રજૂઆત કરી હતી. જેની સામે એક ફોર્મ દીઠ રૂ.3000 લેખે 42 લાભાર્થીઓને રકમ આપવા કહેવાયુ હતુ. જેમાં પ્રથમ 51,000 માંગતાં લાભાર્થીઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં મહિલા તલાટી દીપાલી પટેલ લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થતી વહીવટી અમલવારીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વઘાસર ગ્રામ પંચાયતમાં પી.એમ આવાસ યોજનાના અનેક લાભાર્થીઓએ સહાય માટે ફોર્મ ભરવા ગતિવિધિ કરી હતી. જેમાં ગ્રામ પંચાયતના તલાટી દિપાલી હરગોવિંદભાઇ પટેલ સમક્ષ લાભાર્થીઓએ સહાય મંજૂર કરાવવા ફોર્મ ભર્યુ હતુ. જેમાં સહાય મંજૂર કરવા માટે ઠરાવ કરવાની વાત લગત એક લાભાર્થી દીઠ રૂ.3000 લેખે લાંચ માંગવામાં આવી હતી. આવા કુલ 42 લાભાર્થીઓ પાસેથી રૂ.1,26,000 લેવાની વાતમાં પ્રથમ 51,000 આપવાનું નક્કી થયુ હતુ.

ટ્રેપ@સરસ્વતી: આવાસ યોજનામાં 51,000ની લાંચ લેતાં મહિલા તલાટી ઝડપાયા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, લાભાર્થીઓ વતી સ્થાનિક વ્યક્તિએ લાંચ આપવા ઇચ્છુક ન હોઇ પાટણ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબીએ ગોઠવેલી ટ્રેપ મુજબ મહિલા તલાટી દિપાલી પટેલ પાટણના શિહોરી રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસેની ચાની કીટલી ઉપર પહોંચ્યા હતા. આ દરમ્યાન લાંચ પેટે રૂ.51,000 સ્વિકારતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહિલા તલાટી પીએમ આવાસના નામે લાંચ લેતાં હોવાનું એસીબીની ટ્રેપને આધારે સામે આવતાં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ ડીઆરડીએના વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ટ્રેપ સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ હેઠળ પાટણ એસીબીના પોલીસ ઇન્સપેકટર જે.પી.સોલંકીએ કરી હતી.