દર્દનાક@ચાણસ્મા: બિમારીથી માનસિક ત્રાસમાં આવ્યો યુવાન, વિડીયો બનાવી કેનાલમાં પડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા અને મોઢેરા પંથકમાં કેનાલમાં પડી આપઘાત કરવાની ઘટનામાં જાણે દર્દનાક ઘોડાપૂર આવ્યું છે. બિમારીથી માનસિક ત્રાસમાં આવી યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આત્મહત્યા કરતાં પૂર્વે યુવકે એક વિડીયો બનાવી ચોંકાવનારી સ્થિતિ રજૂ કરી હતી. મરવા માટે કોઈપણ કારણભૂત નથી અને માત્ર બિમારીથી ત્રાસી ગયાનું કહી કેનાલમાં
 
દર્દનાક@ચાણસ્મા: બિમારીથી માનસિક ત્રાસમાં આવ્યો યુવાન, વિડીયો બનાવી કેનાલમાં પડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા અને મોઢેરા પંથકમાં કેનાલમાં પડી આપઘાત કરવાની ઘટનામાં જાણે દર્દનાક ઘોડાપૂર આવ્યું છે. બિમારીથી માનસિક ત્રાસમાં આવી યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આત્મહત્યા કરતાં પૂર્વે યુવકે એક વિડીયો બનાવી ચોંકાવનારી સ્થિતિ રજૂ કરી હતી. મરવા માટે કોઈપણ કારણભૂત નથી અને માત્ર બિમારીથી ત્રાસી ગયાનું કહી કેનાલમાં પડતો હોવાનું જણાવ્યું હતું. આપઘાત પહેલાંનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીવનનું મૂલ્ય કંઈ નથી તેવા સવાલો થઈ રહ્યાં છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં નવયુવાને કેનાલમાં પડી આપઘાત કરી લીધો અને તેના માટે કોઈ જવાબદાર પણ નથી તેવી ઘટના વિડીયો દ્વારા સામે આવી છે. મૂળ ગંગેટ ગામનાં યુવકે વીડિયો બનાવી મોઢેરા કેનાલમાં પડતું મૂક્યું હતું. મરતા પહેલાં યુવાને પોતાનાં જ મોબાઇલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. જેમાં તેને કિડનીની તકલીફ હોઇ માનસિક સ્થિતિ સારી ન રહેતાં પગલું ભરતો હોવાનું જણાવે છે. મહેસાણાના મોઢેરા નજીક આવેલી કેનાલમાં બપોરના અરસામાં યુવાને મોતનો કૂદકો માર્યો હતો. આ પછી યુવાનને તડફડીયા મારતો જોઈ કેનાલ પાસે લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બૂમો પાડતાં રહી ગયા અને યુવાન ગણતરીની મિનીટોમાં પાણીમાં ગરકાવ થઈ ગયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ થતાં જ મોઢેરા પોલીસ કેનાલ પાસે પહોંચી ગઇ હતી. સ્થાનિક તરવૈયા તથા મહેસાણા ફાયર ફાઇટરના જવાનોની મદદથી કેનાલમાં તરતી લાશ બહાર કાઢવામાં આવી હતી. તપાસમાં મૃતક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જશવંત ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો મોઢેરા કેનાલ પાસે પહોંચી ઓળખ કરી હતી.