શ્રદ્ધાંજલી@ઇડર: જીવદયા પ્રેમી પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવ્યા

અટલ સમાચાર,ઇડર લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે. પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી શાંતિલાલ શાહનું અવસાન થયા બાદ તેમની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા 108 વૃક્ષો રોપવામાં આવ્યા છે. દોશી પરિવારનાં
 
શ્રદ્ધાંજલી@ઇડર: જીવદયા પ્રેમી પિતાની સ્મૃતિમાં સંતાનોએ 108 વૃક્ષો વાવ્યા

અટલ સમાચાર,ઇડર

લોકો પોતાના વ્હાલસોયાની વિદાય બાદ તેમની સ્મૃતિમાં અનેક સેવા કાર્ય કરતા હોય છે. પરંતુ ઈડરના દોશી પરિવારે પરિવારના મોભીની વિદાય બાદ તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી અનોખો ચીલો ચાતર્યો છે. ઈડરમાં જય પેઇન્ટના વ્યવસાયના સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી શાંતિલાલ શાહનું અવસાન થયા બાદ તેમની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા 108 વૃક્ષો રોપવામાં આવ્યા છે.

દોશી પરિવારનાં મોભી શાંતિલાલ દોશીનું 13મી જુનાં રોજ અવસાન થયું હતું. તેઓ જીવદયા પ્રેમી હતા અને જગતનું ભલુ થાય તેમ નિરંતર ઇચ્છતા હતા. તેમની સ્મૃતિમાં ગુરૂવારે ઈડરની મહાવીરનગર સોસાયટીમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સમગ્ર સોસાયટીમાં 108 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દોશી પરિવારે પોતાના મોભીની સ્મૃતિમાં સેવન, વડ, લીમડો, બિલી, પારિજાત જેવા વૃક્ષો વાવી જીવદયાપ્રેમી વડીલને વૃક્ષાંજલી આપી હતી.

દોશી પરિવારના આ નવતર પ્રયોગને ઈડરના વનવિભાગ, મિશન ગ્રીન-ઈડર અને મિશન ગ્રીન ગુજરાતના કાર્યકર્તાઓ અને સહાયકર્તાઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ઈડરના રાજકીય, સામાજીક, આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતા.