મુશ્કેલી@દાંતા: ધરોઇમાં ડૂબમાં ગયેલી જમીન સામે જમીન મેળવવા કચેરીમાં જ ધરણાં

અટલ સમાચાર, મહેસાણા, દાંતા (મનોજ ઠાકોર, અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે દાંતા પંથકના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ અચાનક મહેસાણા જીલ્લામાં પ્રવેશ્યા હતા. સતલાસણા નજીક ધરોઇ કોલોનીમાં વર્ષો અગાઉ ડૂબમાં ગયેલી જમીન સામે જમીનનું વળતર નહીં મળતાં રોષે ભરાયા છે. આથી ધરોઇ કોલોનીના સંબંધિત ઇજનેરની કચેરીએ પહોંચી ચોંકાવનારા બેનરો સાથે ધરણાં કર્યા હતા. જેમાં મહિલાઓ
 
મુશ્કેલી@દાંતા: ધરોઇમાં ડૂબમાં ગયેલી જમીન સામે જમીન મેળવવા કચેરીમાં જ ધરણાં

અટલ સમાચાર, મહેસાણા, દાંતા (મનોજ ઠાકોર, અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે દાંતા પંથકના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ અચાનક મહેસાણા જીલ્લામાં પ્રવેશ્યા હતા. સતલાસણા નજીક ધરોઇ કોલોનીમાં વર્ષો અગાઉ ડૂબમાં ગયેલી જમીન સામે જમીનનું વળતર નહીં મળતાં રોષે ભરાયા છે. આથી ધરોઇ કોલોનીના સંબંધિત ઇજનેરની કચેરીએ પહોંચી ચોંકાવનારા બેનરો સાથે ધરણાં કર્યા હતા. જેમાં મહિલાઓ સહિતના અસરગ્રસ્તોએ 45 વર્ષથી જમીનનો જંગ લડતાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુશ્કેલી@દાંતા: ધરોઇમાં ડૂબમાં ગયેલી જમીન સામે જમીન મેળવવા કચેરીમાં જ ધરણાં

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ડુબઘંટોડીના અનેક વ્યક્તિઓ મહેસાણા જીલ્લાના સતલાસણામાં આવેલી ધરોઇ કોલોનીમાં પહોંચ્યા હતા. મળતી વિગતો મુજબ યુવાનથી માંડી વૃધ્ધો સહિતના જમીન મેળવવા 45 વર્ષથી મથામણ કરતાં હોવાનું સામે આવ્યુ છે. ધરોઇ ડેમ વિસ્તારમાં વર્ષો અગાઉ ડૂબમાં ગયેલી જમીન સામે જમીન નહીં મળતાં મોટી સંખ્યામાં એકઠા થઇ ઇજનેરની કચેરીના કમ્પાઉન્ડમાં જ બેસી ગયા હતા.

મુશ્કેલી@દાંતા: ધરોઇમાં ડૂબમાં ગયેલી જમીન સામે જમીન મેળવવા કચેરીમાં જ ધરણાં