મુશ્કેલી@ધારાસભ્ય: અલ્પેશ ઠાકોર અને સ્પીકરને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

અટલ સમાચાર, મહેસાણા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય પદે યથાવત અલ્પેશ ઠાકોરને કાયદાકીય ગુંચવણનો સામનો કરવો પડશે. કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઇકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા સ્પીકરને નોટિસ પાઠવી છે. આથી હવે, વધુ સુનાવણી આગામી 27મી જૂને હાથ ધરવાની હોઇ રાજકીય અને કાયદાકીય હલચલ વધી ગઇ છે. અલ્પેશ ઠાકોરે ગત એપ્રિલમાં કોંગ્રેસના તમામ પદો
 
મુશ્કેલી@ધારાસભ્ય: અલ્પેશ ઠાકોર અને સ્પીકરને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

અટલ સમાચાર, મહેસાણા

કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય પદે યથાવત અલ્પેશ ઠાકોરને કાયદાકીય ગુંચવણનો સામનો કરવો પડશે. કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઇકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા સ્પીકરને નોટિસ પાઠવી છે. આથી હવે, વધુ સુનાવણી આગામી 27મી જૂને હાથ ધરવાની હોઇ રાજકીય અને કાયદાકીય હલચલ વધી ગઇ છે.

અલ્પેશ ઠાકોરે ગત એપ્રિલમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું હતું. જોકે હજુ પણ પાર્ટીના મેન્ડેડથી ચુંટાયેલા અલ્પેશ ઠાકોર ધારાસભ્ય તરીકે યથાવત રહેતા કોંગ્રેસે ગેરલાયક ઠેરવવા માંગ કરી છે. આવી સ્થિતિમાં અલ્પેશ અને કોંગ્રેસ વચ્ચેના યુધ્ધમાં ભાજપ ઘ્વારા ગણતરીઓ મંડાઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસની રજૂઆત બાદ હાઇકોર્ટે અલ્પેશ અને વિધાનસભા અધ્યક્ષ પાસેથી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. આથી નોટીસના પ્રતિભાવને અંતે આગામી ર૭ જુને શરૂ થતી સુનાવણીમાં લોકસભા ચુંટણી બાદ ફરી એકવાર રાજયમાં રાજકીય ગરમાવો વધી શકે છે.