મુશ્કેલી@રાધનપુર: ગંદુ પાણી-બિસ્માર માર્ગની અનેકવાર રજૂઆત, આખરે વિદ્યાર્થીઓ ખુદ જંગે ચડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર કોરોના મહામારી અને ચોમાસાના વાતવરણ વચ્ચે રાધનપુર પંથકમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરમાં બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાએ જવાનો રસ્તો પણ ઉબડખાબડ અને બિસ્માર હોવાથી રોડ રસ્તા પર પણ સતત પાણી ભરાયેલા જોવા મળે છે. જોકે આ મામલે તંત્રને
 
મુશ્કેલી@રાધનપુર: ગંદુ પાણી-બિસ્માર માર્ગની અનેકવાર રજૂઆત, આખરે વિદ્યાર્થીઓ ખુદ જંગે ચડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

કોરોના મહામારી અને ચોમાસાના વાતવરણ વચ્ચે રાધનપુર પંથકમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરમાં બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાએ જવાનો રસ્તો પણ ઉબડખાબડ અને બિસ્માર હોવાથી રોડ રસ્તા પર પણ સતત પાણી ભરાયેલા જોવા મળે છે. જોકે આ મામલે તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેને લઇ હવે કંટાળીને ફુલ જેવા માસૂમ વિદ્યાર્થીઓએ જાતે જ હાથમાં પાવડા-કોદાળી લઇ સફાઇ કરવા ઉતરી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

 મુશ્કેલી@રાધનપુર: ગંદુ પાણી-બિસ્માર માર્ગની અનેકવાર રજૂઆત, આખરે વિદ્યાર્થીઓ ખુદ જંગે ચડ્યાં

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરમાં આવેલી નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓને ભણતર માટે ખરાબ રોડ-રસ્તા અને તેમાં ભરાઇ રહેતું પાણી અડચણરૂપ બન્યુ છે. નાલંદા સ્કૂલ જતો માર્ગ અત્યંત બિસ્માર હોઇ રસ્તા ઉપર ચોમાસાનું પાણી ભરાઈ જતાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

મુશ્કેલી@રાધનપુર: ગંદુ પાણી-બિસ્માર માર્ગની અનેકવાર રજૂઆત, આખરે વિદ્યાર્થીઓ ખુદ જંગે ચડ્યાં

જોકે હવે આખરે કંટાળીને ખુદ વિદ્યાર્થીઓએ હાથમાં પાવડો અને કોદાળી લઈ રસ્તો સાફ કરવાનું શરૂ કરતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે શાળાના વિદ્યાર્થીઓને રેલી યોજી બેનરો સાથે દેખાવો કરવા છતાં નિંદ્રાધિન તંત્ર હરકતમાં આવતુ નથી.

મુશ્કેલી@રાધનપુર: ગંદુ પાણી-બિસ્માર માર્ગની અનેકવાર રજૂઆત, આખરે વિદ્યાર્થીઓ ખુદ જંગે ચડ્યાં