મુશ્કેલી@વિસનગર: સ્વચ્છ ગામની વાતો છતાં ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત, મશીન વિના ખોરંભે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર (કિરણબેન ઠાકોર) વિસનગર તાલુકાના ગામે છેલ્લાં બે દિવસથી ગટર ઉભરાતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. કોરોનાકાળ વચ્ચે ગટર ઉભરાતાં ગંદુ પાણી રસ્તાં પર ફેલાઇ જતાં લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગામના સરપંચ અને તલાટીએ જણાવ્યુ હતુ કે, “ગટર ઉભરાઇ હોવાથી અમે પાલિકાને લેટર લખી મશીનની માંગ કરી છે. જોકે
 
મુશ્કેલી@વિસનગર: સ્વચ્છ ગામની વાતો છતાં ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત, મશીન વિના ખોરંભે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર (કિરણબેન ઠાકોર)

વિસનગર તાલુકાના ગામે છેલ્લાં બે દિવસથી ગટર ઉભરાતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. કોરોનાકાળ વચ્ચે ગટર ઉભરાતાં ગંદુ પાણી રસ્તાં પર ફેલાઇ જતાં લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગામના સરપંચ અને તલાટીએ જણાવ્યુ હતુ કે, “ગટર ઉભરાઇ હોવાથી અમે પાલિકાને લેટર લખી મશીનની માંગ કરી છે. જોકે પાલિકાના મશીનનું અન્ય કોઇ જગ્યાએ હોવાથી વિલંબ થયો છે.” જોકે આ વિલંબમાં ગામલોકોને ગટરના ગંદા પાણીનો સામનો કરવાની નોબત આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુશ્કેલી@વિસનગર: સ્વચ્છ ગામની વાતો છતાં ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત, મશીન વિના ખોરંભે

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામે ગટર ઉભરાઇ હોવાથી રાહદારી અને નજીકના રહીશોને ભારે મુશ્કેલીનો આવી છે. ગામના રાવળવાસ નજીક ગટર ઉભરાતાં ગંદુ પાણી આથમણાં મહોલ્લાં સહિતના વિસ્તારોમાં ભેગું થવાથી સ્થાનિકો ગંદકીથી ત્રસ્ત બન્યાં છે. ઘટનાને લઇ ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતાં ગટર સાફ કરવાના મશીન માટે નગરપાલિકાને લેટર લખી માંગ કરી છે. જોકે પાલિકાનું મશીન પણ હાલ કામમાં હોઇ ગામમાં ગટરની સાફસફાઇમાં હજી એકાદ-બે દિવસ લાગી શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિકોને પરેશાનીનો સામનો યથાવત રહ્યાંની નોબત બની છે.

મુશ્કેલી@વિસનગર: સ્વચ્છ ગામની વાતો છતાં ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત, મશીન વિના ખોરંભે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્વચ્છ ભારતના અભિયાન વચ્ચે ગામમાં ગટર ઉભરાતાં પંચાયતની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ગટર ઉભરાવાને કારણે પગપાળાં તેમજ વાહનો પર જતાં લોકોને તિવ્ર બદબૂનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના સરપંચના જણાવ્યાં મુજબ પાલિકાનું મશીન આવે ત્યારે સમસ્યા ઉકેલાય તો ત્યાં સુધી રહીશો પરેશાન થાય ? એક તરફ કોરોના અને બીજી તરફ ગંદકીની સમસ્યા વચ્ચે સ્થાનિકો અને નજીકના રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે.